સુરેન્દ્રનગરમાંથી એક પેટ્રોલ પંપ દ્વારા છેતરપિંડી કરાતી હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલા અજમેરા પેટ્રોલપંપ પર ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાનો ધડાકો થયો છે. પ્રાંત અધિકારીએ ચેકીંગ કરતા પેટ્રોલપંપ પરથી ગેરરીતિ ઝડપાઇ હતી. 5 લીટર પેટ્રોલમાં 35 મી.લી પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાનો ધડાકો કરવામાં આવ્યો હતો.
ગેરરીતિ સામે આવતા પેટ્રોલપંપ પર આવેલ પંપને સિલ કરવામાં આવ્યો છે. પેટ્રોલપંપ પર પ્રાંત અધિકારીના ચેકિંગ દરમિયાન અગ્નિશામક મહિત પુરતા એપ્રુવલ કરેલા સાધનો ન હોવાનું પણ સામે આવ્યું છે. અજમેરા પેટ્રોલ પંપ પરના ડીઝલ દ્વારા તપાસની સમયે ટાંકી પરીક્ષણ અંગેનું ભયિશિંરશભફયિં જ્ઞર ફિંક્ષસ યિંતશિંક્ષલ હોવું જોઈએ તે પણ ન હોવાનું સામે આવ્યું હતું. આ સાથે આઉટલેટમાં તપાસણી સમયે ડેન્સિટીના આંકડાની ડિસ્પ્લે તથા અન્ય ડિસ્પ્લે બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જો કે, આ મામલે પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.