ગોરખપુર-ડોમિનગઢ સ્ટેશનો વચ્ચે થર્ડ લાઇનના કામ અને ગોરખપુર-નકાહા જંગલ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામ માટે ઉત્તર પૂર્વ રેલવે પર 22 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર, 2025 સુધી બ્લોક લેવામાં આવશે. આ કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ, આંશિક રીતે રદ અને પરિવર્તિત માર્ગે દોડશે.
રદ થનારી ટ્રેનોમાં 28 સપ્ટેમ્બરે ઉપડનારી ટ્રેનમાં 15046 ઓખાગોરખપુર એક્સપ્રેસ અને 25 સપ્ટેમ્બરે ઉપડનારી ટ્રેન સંખ્યા 15045 ગોરખપુર ઓખા એક્સપ્રેસ રદ રહેશે. ટ્રેન 15046 ઓખાગોરખપુર એક્સપ્રેસ 21 સપ્ટેમ્બરે ખલીલાબાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી, આ ટ્રેન ખલીલાબાદ અને ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.પરિવર્તિત માર્ગે ચાલનારી ટ્રેનોમાં 25 સપ્ટેમ્બરે ઉપડનારી ટ્રેનનં. 19269 પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લખનઉ જં.સુલતાન પુરવારાણસી ઔડિહારછ પરામુઝફ્ફરપુર સ્ટેશનના રસ્તે દોડશે.
