ઉતરાયણ પૂર્વે જિલ્લામાં ગેરકાયદેસર વહેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ ઉપર પોલીસે ધોસ બોલાવી હતી. જેતપુરમાંથી પોલીસે 66 જેટલી ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ચાર વેપારીઓને ઝડપી લીધા હતાં.
જેતપુર સીટીપોલીસે પાડેલા દરોડામાં લીલાપીઠ પાસે ચાઈનીઝ દોરીની ચાર ફીરકી સાથે કેતન અરજણ નડિયાપરા, અફઝલ રફિક ઠાસરિયાની ધરપકડ કરી હતી. જ્યારે જેતપુરના ફુલવાડીમાં રહેતા અહેમદ સલીમ મંગીયાણાના ઘરેથી બે ચાઈનીઝ ફિરકી મળી આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીજા દરોડામાં હનીફ ઈબ્રાહીમ ચીત્તલિયાના ઘરેથી પોલીસે રૂા. 12 હજારની કિંમતની 60 ફિરકી કબ્જે કરી હતી આમ કુલ ત્રણ અલગ અલગ દરોડામાં ચાર વેપારીઓની પોલીસે ધરપકડ કરી ચાઈનીઝ ફીરકી કબ્જે કરી હતી.
જેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડ
ઉતરાયણ પૂર્વે જિલ્લામાં ગેરકાયદેસર વહેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ ઉપર પોલીસે ધોસ બોલાવી હતી. જેતપુરમાંથી પોલીસે 66 જેટલી ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ચાર વેપારીઓને ઝડપી લીધા…