ભોપલકા ગામે વૃદ્ધની ઘાતકી હત્યા પ્રકરણમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ

એક દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃદ્ધની ગત તા. 15 ના રોજ…

એક દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ

કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃદ્ધની ગત તા. 15 ના રોજ લાકડીના ઘા મારી, ઘાતકી હત્યા નીપજાવવા બદલ મૃતકના પુત્ર દ્વારા આ જ વિસ્તારમાં રહેતા રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.

મૃતક દેવરામભાઈએ ભાગમાં રાખેલા ખેતરમાં આવેલા જીરૂૂના પાકમાં આરોપીઓએ દવા છાંટી દેતા જીરૂૂનો પાક બળી ગયો હોવા અંગેની શંકા તેમજ ખાર દેવરામભાઈ દ્વારા રાખવામાં આવતા આરોપીઓએ તેમને બોથડ પદાર્થ મારી અને હત્યા નિપજાવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું હતું. આ પ્રકરણ સંદર્ભે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુરના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ તેમજ તેમની ટીમ દ્વારા જરૂૂરી કાર્યવાહી કરી અને ઉપરોક્ત તમામ ચાર આરોપીઓની અટકાયત લેવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા અદાલતે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *