શાંતિ ઇન્ડસ્ટ્રીઝ નજીક જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટના…

રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટના 17 એપ્રિલ 2026ના રોજ સાંજના સમયે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક આવેલી શાંતિ ઇન્ડસ્ટ્રીઝ વાળી શેરીમાં બની હતી. પોલીસને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીને આધારે પંચોની હાજરીમાં રેઈડ કરવામાં આવતા ત્યાં ચાર વ્યક્તિઓ કુંડાળું વળીને ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોહિતભાઈ સવજીભાઈ કુંડારીયા, સંદીપભાઈ ખીમજીભાઈ ધલવાણીયા, ભુપતભાઈ જીલુભાઈ બાંભવા અને ગોપાલભાઈ છેલાભાઈ બાંભવાની અટકાયત કરી છે. પોલીસની તપાસમાં આરોપીઓ પાસેથી અંગઝડતી દરમિયાન અને પટમાંથી કુલ રૂ.15,580ની રોકડ રકમ તેમજ ગંજીપાનાના પત્તા મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલ કબજે કરી પોલીસે તમામ ચાર આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ. બ્લોચ અને તેમની ટીમ જોડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *