58 વર્ષનો ‘ડોસો’ રઘવાયો થયો! 19 વર્ષની યુવતીના એક્ટિવા પાછળ બેસી અડપલા કર્યા

રાજકોટ શહેરમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા છે. મવડી મેઇન રોડ પર 19 વર્ષની યુવતી સાથે 58 વર્ષના શખ્સે જાહેરમાં એવી શરમજનક હરકત…

રાજકોટ શહેરમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા છે. મવડી મેઇન રોડ પર 19 વર્ષની યુવતી સાથે 58 વર્ષના શખ્સે જાહેરમાં એવી શરમજનક હરકત કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉમરના આ પડાવે સંસ્કારનું પાલન કરવાને બદલે આ ડોસાએ ’રોમિયોગીરી’ કરી પોતાની જ ઉમરને કલંકિત કરી છે.

મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી કામસ્થળે તબિયત બગડતા ઘરે જવા નીકળી હતી. તેણે પોતાની માતાને ફોન કરીને બોલાવ્યા બાદ મહાકાળી માતાજીના મંદિર સામે એક્ટીવા પાર્ક કરી રાહ જોઈ રહી હતી. ત્યારે મવડી ચોકડી તરફથી લાલ રંગની પ્લેઝર મોપેડ પર આવેલ એક અજાણ્યો વૃદ્ધ ત્યાં આવી ઊભો રહ્યો.

થોડી જ વારમાં આ શખ્સે તમામ હદો વટાવી દીધી. અચાનક યુવતીની એક્ટીવા પર પાછળ બેસી જઈ તેણે શારીરિક અડપલા શરૂૂ કર્યા અને તેની છાતી પર હાથ ફેરવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો હતો. આ અચાનક ઘટનાથી ગભરાયેલી યુવતીએ તરત જ નીચે ઉતરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા.
લોકો ભેગા થતા ’વૃદ્ધ રોમિયો’ ની હકીકત બહાર આવી ગઈ. એટલામાં યુવતીની માતા પણ પહોંચી ગઈ અને 181 પર કોલ કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે આરોપીને કાબૂમાં લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી શરૂૂ કરી.

પકડાયેલ આરોપી મવડી મેઈને રોડ ઉદયનગર શેરી નં.2/6ના ખૂણે રહે છે.તેનું નામ પંકજ મનસુખભાઈ પાટડીયા(ઉ.વ.58) હોવાનું સામે આવ્યું છે. ઉંમરનાં આ પડાવે આવી નીચ હરકતો કરનાર આરોપીને લઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ માલવીયા નગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *