ગંગોત્રી પાર્ક રોડ પર સરાજાહેર ધમાલ કરનાર ચાર સગીર છાત્રો અને ત્રણ રેસ્ટોરન્ટ કર્મચારી પકડાયા

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે સાવ કથળી રહી હોય તેવા ભયાનક દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. શહેરના અત્યંત પોશ અને ધમધમતા વિસ્તાર…

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે સાવ કથળી રહી હોય તેવા ભયાનક દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. શહેરના અત્યંત પોશ અને ધમધમતા વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક રોડની બાજુમાં મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર ભારે જૂથ અથડામણ અને મારામારીની ઘટના ઘટી હતી. અહીં આવેલી પ્રખ્યાત રજની ઢોસા અને હર ભોલે રેસ્ટોરન્ટ નજીક બે પક્ષો વચ્ચે જાહેરમાં બોલાચાલી થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મામલે પોલીસે રેસ્ટોરન્ટના ત્રણ કર્મચારી અને ચાર સગીર છાત્રો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.

ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલ હરભોલે રેસ્ટોરન્ટ પાસે ગઇકાલે રાત્રે અમુક શખ્સો એકબીજા સાથે જાહેરમાં બોલાચાલી અને ઝપાઝપી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મામલે ગાંધીગ્રામ પોલીસે તપાસ કર્યા બાદ રેસ્ટોરન્ટના ત્રણ કર્મચારી સહિત સાત સામે બખેડો કરવા બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી તમામને સકંજામાં લઇ લીધા હતા.

જેની સામે ગુનો દાખલ કરાયો છે તેમાં રેસ્ટોરન્ટના વેઇટર હીમરાજ ઉર્ફે કમલ કરણભાઇ પરીયાર (ઉ.વ.21), રસોઇયા માનસન ખલુચંદ નેપાળી (ઉ.વ.37, રહે. બંને રેસ્ટોરન્ટમાં), બીજા રસોઇયા બીરુ હરકભાઇ સિંઘ (ઉ.વ.29, રહે. તાલુકા પોલીસ સ્ટેશન પાસે, મોટા મવા) અને 16 વર્ષના ચાર સગીર વયના છાત્રોનો સમાવેશ થાય છે.યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ સી.એન.દવે અને સ્ટાફે તમામ આરોપીઓને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *