‘તારે બહુ ઉતાવળ છે’ કહી બજરંગવાડીમાં ચાર શખ્સની યુવાન સાથે ઝપાઝપી કરી ધમકી

રેલનગરના ખૂણે બેસીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી શખ્સો ભાગી ગયા ગાંધીગ્રામમાં આવેલી અક્ષરનગરમાં રહેતા અને અયોધ્યા સર્કલ પાસે આવેલી વિરલ હાઇટ્સમાં આવાસ ફાઇનાન્સમાં…

રેલનગરના ખૂણે બેસીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી શખ્સો ભાગી ગયા

ગાંધીગ્રામમાં આવેલી અક્ષરનગરમાં રહેતા અને અયોધ્યા સર્કલ પાસે આવેલી વિરલ હાઇટ્સમાં આવાસ ફાઇનાન્સમાં રિકવરી એજન્ટનું કામ કરતા દિવ્યરાજસિંહ કિશોરસિંહ રાયજાદા(ઉ.વ.23) તેમના મિત્ર દક્ષરાજસિંહ સાથે એકટીવા પર બેસી જતા હતા.ત્યારે બજરંગવાડી મેઇન રોડ પર આવેલ શક્તિ હોટલ નજીક સમીર દલ અને સાહિલ મિજારા અને અન્ય બે શખ્સોએ તારે બહુ ઉતાવળ છે કહી અને તારે રેલનગર-03ના ખૂણે બેસવું નહીં તેમ કહી ધમકી આપી ઝપાઝપી કરી ભાગી જતા ચારેય સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

દિવ્યરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું તથા મારી સાથેના મારા મિત્ર દક્ષરાજસિંહ નિર્મળસિંહ ઝાલા એમ અમો બંન્ને અમારા ઘરેથી મારા મોટા બાપુના ઘરેથી એકટીવામા બેસી બંન્ને જતા હતા અને આ એકટીવા હુ ચલાવતા હતો અને મારો મિત્ર દક્ષરાજસિંહ ઝાલા પાછળ એકટીવામા બેઠા હતા આ દરમ્યાન બજરંગવાડી મેઈન રોડ પર આવેલ શક્તિ હોટલ સામે પહોંચતા સમીર દલ તથા તેના એક્સેસમા પાછળ બેઠેલ સાહીલ મીઝારા બેઠેલ હતો અને અમારી અકેટીવા આગળ આવેલ અને મને સમીર દલે કહેલ,તારે કેમ બહુ ઉતાવળ છે તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરેલ હોય અને તેની પાછળ બેઠેલ વ્યક્તિ સાહીલ મીઝારાએ પણ પણ મારી સાથે બોલાચાલી કરી હતી.

ત્યારબાદ થોડી વાર પછી બીજા બે વ્યક્તિઓને આ સમીર દલના બોલાવવાથી આવેલ અને મારી સાથે બોલાચાલી ઝઘડો કરી આ સમીર દલે મારી સાથે ઝપાઝપી કરેલ અને મને આ સમીર દલે કહેલ કે તારે આ રેલનગર શેરી નં.03 ના ખુણો કોઈ દીવસ બેસવુ નહીં અને હવે કોઈ દિવસ અહી રેલનગર શેરી નં 03 ના ખુણે ચોકમા બેસતા જોઈશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપેલ હોય જે અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *