જામખંભાળિયાના યુવાનના ઘરમાં પ્રવેશી ચાર શખ્સો દ્વારા ઘાતક હુમલો

ખંભાળિયામાં જૂની કોર્ટ પાસે રહેતા અશોકભાઈ માંડણભાઈ ચૌહાણ નામના 22 વર્ષના યુવાનના ઘરમાં મોડી રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે પ્રવેશી, કોઈ કારણોસર બોલાચાલી કરીને પરેશ ઉર્ફે…

ખંભાળિયામાં જૂની કોર્ટ પાસે રહેતા અશોકભાઈ માંડણભાઈ ચૌહાણ નામના 22 વર્ષના યુવાનના ઘરમાં મોડી રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે પ્રવેશી, કોઈ કારણોસર બોલાચાલી કરીને પરેશ ઉર્ફે મુન્નો પરબત ચૌહાણ, સાગર પરેશ ચૌહાણ, યુગલો પરેશ ચૌહાણ અને જાંબુ પરેશ ચૌહાણ નામના ચાર શખ્સોએ ફરિયાદી અશોકભાઈને બિભત્સ ગાળો કાઢી, પાઇપ વડે બેફામ માર મારતા તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી.જે અંગે ખંભાળિયા પોલીસે તમામ ચાર શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

કાર-રીક્ષા વચ્ચે અકસ્માત
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા હરદીપસિંહ અજીતસિંહ જાડેજા નામના 27 વર્ષના ગરાસિયા યુવાની બુધવારે બપોરના સમયે તેમના છકડા રિક્ષામાં જઈ રહ્યા હતા, ત્યારે કલ્યાણપુરથી આશરે 16 કિલોમીટર દૂર રાવલ ગામના બસ સ્ટેશન પાસેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 13 એ.એચ. 6309 નંબરના આઈ-20 મોટરકારના ચાલકે છકડા રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં છકડા રિક્ષામાં જઈ રહેલા આધ્યશ્રીબા હરદીપસિંહ જાડેજા (ઉ.વ. 4), ઇન્દુબા અજીતસિંહ જાડેજા (ઉ.વ. 45), રેખાબા ઈન્દ્રજીતસિંહ ગોહિલ, ઈલાબા કરણસિંહ ગોહિલ, કિંજલબા કરણસિંહ ગોહિલ (ઉ.વ. 15) અને ભવ્યદીપસિંહ સહદેવસિંહ ગોહિલ (ઉ.વ. 14) નામના છ મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

પીધેલી હાલતમાં રાજસ્થાની ટ્રક ચાલક ઝડપાયો
રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના ચોટાન તાલુકાના રહીશ ભોમારામ દેરાજરામ ચૌધરી નામના 34 વર્ષના શખ્સને દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસે મધ્યરાત્રીના આશરે અઢી વાગ્યાના સમયે ખંભાળિયા – જામનગર માર્ગ પર ધરમપુર ટોલ નાકા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂૂપિયા 30 લાખનો ટ્રક લઈને નીકળતા ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *