રાજુલાના ભાક્ષી ગામે ભરડિયાના પાઉડરમાં ભેંસો ફસાઈ

રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ક્વોરી લિઝ ભરડીયાઓ ધમધમી રહ્યા છે જેમાં 3 પેકી એક ભરડીયો સૌથી મોટો ધમધમી રહ્યો છે સ્થાનિક લોકો સામે…

રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ક્વોરી લિઝ ભરડીયાઓ ધમધમી રહ્યા છે જેમાં 3 પેકી એક ભરડીયો સૌથી મોટો ધમધમી રહ્યો છે સ્થાનિક લોકો સામે વિવાદ વધી શકે છે અહીંયા માલધારીઓની ભેંસ ગાય પશુઓ સહિત પશુઓ અહીં ધાતરવડી નદીમાં પાણી પીવા માટે દરોજ આવી રહ્યા છે આ વચ્ચે હવે સ્થાનિક ભરડીયા માંથી વોશિંગ કર્યા બાદ પાવડર પાણી મિક્સ કર્યા બાદ અહી જેરી પાણી જેવું નદીમાં નિકાલ કરવામાં આવતા અહીં ગંદકીના થર જમ્યા હોય તેવી રીતે જમ્યા છે આ વચ્ચે આજે વાવેરા ગામના માલધારી કરશનભાઈ ચૌહાણ,ભુપતભાઇ ધાખડા, શિવરાજભાઈ ધાખડા સહિતની 5 જેટલી ભેંસ આ માટીના થર વચ્ચે નદીમાં ફસાય ગઈ હતી. ધાતરવાડી નદીમાંથી ભેંસ નીકળી નહિ શકતા આ માલધારીઓએ સ્વખર્ચ કરી જેસીબી બોલાવી હેમખેમ રીતે દોરડા બાંધી આ ભેંસોને કલાકો બાદ બહાર કાઢવામાં આવી હતી અને જેબીબી તાત્કાલિક બોલાવી ખેંચી લેતા પશુઓના જીવ બચી ગયા છે.

તંત્રની કામગીરી સામે માલધારીઓએ રોષ વ્યકત કર્યો હતો પરંતુ કોઈ કાર્યવહી કરતું ન હોવાથી વધુ આક્રોશ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે અમરેલી ખાણ ખનીજ વીભાગના અધિકારી જે.આર સાવનેરનો સંપર્ક કરતા કહ્યું હું ઇન્સ્પેકશન કરી તપાસ કરાવુ છું.

શિવરાજભાઈ ધાખડાએ જણાવ્યું આ દર્શન ભરડીયાનું પાણી આવે છે ગયા વર્ષે ભેંસ ખુતી ગઈ હતી આ વર્ષે ફરી ભેંસ ફસાઈ ગઈ છે 1 ગાય અગાવ મરી ગઈ હતી જેસીબી લાવી ઘરના પેસે બહાર કાઢવી પડે છે જવાબદારી કોઈ લેતું નથી પશુના પગ ભાંગી જાહે અમારે જવું ક્યાં? કોઈ અમારી સંભાળ લેતું નથી મામલતદાર,કલેકટર કોઈ પાણી પીવા ગઈ અને 5 ભેંસ ફસાય ગઈ હતી અને અહીંયા ખેડૂતો આવું પાણી પીવે છે.

24 કલાક ભરડીયામાં બ્લાસ્ટિંગના કારણે મહાકાય પથરો બહાર કાઢવામાં આવે છે આ પથરો કાઢતા સમયે મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેની અસર ધાતાવરડી ડેમ 1 ઉપર થતી હોવાને કારણે ખેડૂતોએ ડેમ બચાવવા માટે આગળ આવ્યા હતા છેલ્લાં ઘણા મહિનાથી ક્વોરી લિઝ ભરડીયાઓ બંધ કરાવવા માટે ધારેશ્વર,વાવેરા,મોટા આગરીયા,સહિત સ્થાનિક ગામડાના ખેડૂતો માલધારીઓ ધાતરવડી ડેમ બચાવવા માટે રજૂઆતો કર્યા બાદ સિસમોલોજીસ સર્વે કરાવ્યા બાદ રિપોર્ટ આવવાની રાહ છે કેટલાક મહિનાથી રિપોર્ટ જાહેર નહિ કરતા હવે ખેડૂતોમાં અને સ્થાનિક લોકોમાં નારાજગી વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *