ક્રાઇમ
બેડી ચોકડી પાસે મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવાન પર ચાર શખ્સનો હુમલો
શહેરના મોરબી બાયપાસ રોડ પર બેડી ચોકડી પાસે ઈમીટેશનનું કામ આપવા જઈ રહેલા યુવાન પર જૂના ઝઘડાનો ખાર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. અને ત્યાર બાદ આરોપી નાશી ગયા હતાં. આ મામલે ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર બેડીગામે રહેતા સુરેશભાઈ જેન્તીભાઈ વડેચા નામનો 26 વર્ષનો કળી યુવાને વિજય બોરીચા, વિરાજ બોરીચા અને લાલુ બોરીચા સહિત ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પીએસઆઈ ડી.બી. ગાધે અને સ્ટાફ તપાસ શરૂ કરી છે. સુરેશ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ગઈકાલે સાંજે એક્ટિવા લઈ સંતકબીર રોડ પર ઈમીટેશનનું કામ આપવા નિકળ્યો હતો. ત્યારે બેડી ચોકડી પાસે ટ્રાફિકમાં ઉભો હતો ત્યારે કોઈએ પાછળથી કોઈએ પાઈપ ઝીંકી દેતા સુરેશ નીચે પડી ગયો હતો અને ત્યાર બાદ તેમણે જોતા ત્યાં વિરાજ, વિજય, બાબુ અને તેની સાથે અજાણ્યો શખ્સ હતાં. તેઓએ આડેધડ હુમલો કર્યો હતો અને બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીઓએ સુરેશના ખીસ્સામાંથી બન્ને ફોન ફેંકી નુક્શાન કર્યુ હતું. સુરેશે આક્ષેપ કર્યો હતો કે, મારામારીની ઘટનામાં પોતાનો સોનાનો ચેઈન અને તેની સાથેનું પેન્ડલ ક્યાંક પડી ગયું હતું.
આ ઘટનાનું કારણ સુરેશે તેમના મિત્ર સુરેશ અગેસાણીયા સાથે આરોપીઓને માથાકુટ ચાલતી હોય જેનું સમાધાન કરાવું હોય જેમાં સુરેશ વડેચા વચ્ચે પડ્યો હોય તેનો ખાર રાખી હુમલો કરાવ્યો હતો.
ક્રાઇમ
સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
બિહારી શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુંનામાં ધરપકડ થઇ’તી
રાજકોટમાં રહેતા પરિવારની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા પરિણીત બિહારી શખ્સને અદાલતે આજીવન કેદની સજા અને રૂૂ.14 હજારનો દંડ તેમજ ભોગ બનનારને રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં મોરબી રોડ ઉપર રહેતા પરિવારની 17 વર્ષની સગીરાને મોરબી રોડ ઉપર રહેતા બિહારના મહંમદ તોફિક ઉર્ફે સિકંદર મહંમદ અનવર નામના શખ્સે લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપરણ કરી ગયો હોવાની ભોગ બનનાર સગીરાના પરિવાર બી ડિવિઝન પોલીસ મથકમાં 27/1/2012 માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે માત્ર ચાર માસમાં આરોપીની ભોગ બનનાર સગીરા સાથે અટકાયત કરી હતી. ભોગ બનનાર સગીરાની પૂછપરછ દરમિયાન મહંમદ તોફિક ઉર્ફે સિકંદર તેણીને લાલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી જુદા જુદા રાજ્યોમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચાર્ય હતું. બાદમાં મહંમદ તોફિક ઉર્ફે સિકંદર પરિણીત અને એક સંતાનો પિતા હોવાનું ભોગ બનનાર સગીરાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું.
જેથી પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ સહિતની કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે સાહેદો, તબીબ અને તપાસ અધિકારીની જુબાની તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ સ્પે. પોકસો અદાલતે આરોપીને સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદીની સજા અને રૂૂ.14 હજારનો દંડ તેમજ ભોગ બનના સગીરાને રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર જોષી રોકાયા હત
ક્રાઇમ
કોન્ટ્રાક્ટરની ઓફિસમાં સિનિયર એકાઉન્ટન્ટને મેનેજરે ટેબલમાં માથું ભટકાવી માર માર્યો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની ઓફિસમાં કામ કરતા સિનિયર એકાઉન્ટન્ટને મેનેજરે ટેબલમાં માથુ ભટકાવી માર મારી ખુનની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. અન્ય સ્ટાફને કામમાં મદદ કરવાનું કહેતા મેનેજરે ઉશ્કેરાઇ જઇ ‘તું મને શેના હુકમ કરે છે, હું તારો નોકર નથી’ કહી માર માર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર ડોકટર સોસાયટીમાં રહેતા અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં આફ્રીકા કોલોની ઓમ ઇન્ફ્રા. નામની ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ નામની ઓફીસમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા વિશાલ કિશોરભાઇ ધામેલીયા (ઉ.39) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે તેની ઓફીસના મેનેજર દિલીપભાઇ ગુણવંતભાઇ બામટાનું નામ આપ્યું છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે તેઓ ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે મેનેજર દિલીપભાિએ આવી ‘તારૂ બિલ પેમેન્ટનું જેટલું કામ બાકી હોય તે આજે પુરૂ કરી પછી ઘરે જવાનું છે’ તેમ કહેતા ફરીયાદીએ ઓફીસના બીજા સ્ટાફને કહેજો કે મદદ કરે’ તેવું કહેતા મેનેજરે ઉશ્કેરાઇ જઇ ‘તુ’ મને શેના હુકમ કરે છે, હું તારો નોકર નથી, તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારવા લાગેલ અને માથુ પકડી ટેબલ સાથે ભટકાવ્યું હતું. દરમિયાન ઓફીસના અન્ય કર્મચારીઓ વચ્ચે પડતા તેને છોડાવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
કાલાવડ રોડ ઉપર ત્રિપલસવારી બાઇકને આંતરી પાંચ શખ્સો નેપાળી યુવક ઉપર છરી-ધોકાથી તૂટી પડયા
શહેરમાં કાલાવડ રોડ હોટલનુ કામ પતાવી ઘરે જઇ રહેલા ત્રિપલ સવારી બાઇકને પાંચ શખ્સોએ આંતરી જુની અદાવતનો ખાર રાખી યુવાન ઉપર છરી – ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર સરીતા વિહાર પાસે રહેતો ગૌરવ શેરબહાદુર શાહુ નામનો ર0 વર્ષનો યુવાન રાત્રીના બે વાગ્યાના અરસામાં કાલાવડ રોડ પર કાઠીયાવાડી જલસા હોટલ પાસે હતો ત્યારે રજની નેપાળી સહીતના શખ્સોએ ધોકા – પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઇજાગ્રસ્ત ગૌરવ શાહુ હોટલમાં કુક તરીકે કામ કરે છે અને રાત્રીના કામ પતાવી તેના ભાઇ વિશાલના બાઇક પર બેસી જઇ રહયો હતો ત્યારે જુની અદાવતનો ખાર રાખી રાજન છેત્રી અને ગોપાલ છેત્રી સહીતનાં 3 અજાણ્યા શખ્સોએ બાઇકને આંતરી ગૌરવને બાઇક ઉપરથી પછાડી દઇ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હોવાનુ પોલીસ દફતરે ફરીયાદ નોંધાવી યુનિ. પોલીસે ફરીયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી
-
કચ્છ1 day ago
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
-
ગુજરાત1 day ago
જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડર
-
ગુજરાત1 day ago
આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ
-
ગુજરાત1 day ago
કાલથી શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં E-kyc થશે
-
ગુજરાત1 day ago
સ્માર્ટ સિટી સહિતના કામોનું તા.13મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
-
ગુજરાત1 day ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 123 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 40 હજારને ડિગ્રી એનાયત કરશે
-
ગુજરાત1 day ago
પાલિકા-પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ખાલી બેઠકોની માહિતી માગતા કલેક્ટર