રાજકોટમાં દારૂના ચાર દરોડા : એક લાખનો દારૂ જપ્ત

પાંચ શખ્સોને 206 દારૂની બોટલ સાથે પકડી પાડયા : 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ 4 દરોડામા પાંચ શખ્સોને ઝડપી લઇ…

પાંચ શખ્સોને 206 દારૂની બોટલ સાથે પકડી પાડયા : 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ 4 દરોડામા પાંચ શખ્સોને ઝડપી લઇ એક લાખનો દારૂ કબજે કરવામા આવ્યો હતો તેમજ તમામ આરોપીઓ દારૂનો જથ્થો કયાથી લાવ્યા ? એ અંગે પુછપરછ શરૂ કરવામા આવી છે.

મળતી વિગતો મુજબ નવાગામ રંગીલા ઢોરા પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતા કુલદીપ ભરત વિકમા પોતાના મકાનમા દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસ મથકના જયદીપભાઇ ધોળકીયા સહીતના સ્ટાફે દરોડો પાડી કુલદીપને દારૂની 10 બોટલ રૂ. 4ર00 ની કબજે લઇ તેમની પુછપરછ શરૂ કરી હતી.
બીજા દરોડામા પીસીબી શાખાના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા અને દશરથસિંહ ચૌહાણ સહીતના સ્ટાફે દારૂની 10પ બોટલ રૂપિયા પ7614ની સાથે સોની બજાર, સવજીભાઇની શેરી, ખંઢેરીયાનો ડેલામા રહેતા વિરલ હિંમતલાલ સેજપાલને કુવાડવા ગામ પાસેથી ઝડપી લઇ તેની પુછપરછ શરૂ કરી હતી. ત્રીજા દરોડામા એલસીબી ઝોન 1 ના પીએસઆઇ ચુડાસમા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા અને સત્યજીતસિંહ જાડેજા સહીતના સ્ટાફે બાતમીના આધારે જસદણના ગઢળીયા જામ ગામના દિલીપ ગોરધન બાવળીયાને રાજકોટ – અમદાવાદ હાઇવે પર આવેલા નવાગામ પુલ પાસેથી દારૂ ભરેલી રીક્ષા સાથે ઝડપી લેવામા આવ્યો હતો. તેની પાસેથી 83 દારૂની બોટલ, રૂપિયા 41500 મળી કુલ મુદામાલ 1 લાખ 96 હજારનો જપ્ત કરવામા આવ્યો હતો. આ દારૂનો જથો કયાંથી લાવ્યો ? તે અંગે તેની પુછપરછ શરૂ કરવામા આવી છે.

જયારે ચોથા દરોડામા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી. એચ. ચીરોડીયા અને દેવાંગભાઇ સહીતના સ્ટાફે રોલેકસ રોડ, સાંઇબાબા સર્કલ પાસેથી મવડીના કૈલાશ પાર્ક શેરી નં ર મા રહેતા સોહમગીરી મનહરગીરી ગૌસ્વામી અને જીતેન્દ્ર બાબુભાઇ ચૌહાણને દારૂની 6 બોટલ રૂ. 3660 મળી કુલ 43660 મુદામાલ સાથે ઝડપી લેવામા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *