હાર્ટ એટેકથી વધુ ચારના મોત નિપજ્યા છે.જેમાં આજીડેમ પાસે રહેતાં નિવૃત્ત આર્મીમેન, અમરનગરના એક યુવાન સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે.માનસરોવરમાં રહેતાં નિવૃત આર્મી મેન ઘરે બેભાન થતાં અને મવડી અમરનગરના યુવાન ગોંડલ રોડ પર કારખાને કામ કરવા ગયા હતાં ત્યાં હાર્ટએટેક આવી જતાં તેમજ નડીયાદના પ્રૌઢ રાજકોટ ડેરી ખાતે આવ્યા હોઈ ત્યાં ઢળી પડતાં અને જે. ડી. પાઠક પ્લોટના પોઢ ઘરે બેભાન થઈ ગયા બાદ તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિં મૃત્યુ થયા હતાં.
આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક-3માં રહેતાં નાગદાનભાઇ નારણભાઇ રાઠોડ (ઉં.વ.54) નામના નિવૃત આર્મીમેન રાતે ઘરે હતાં ત્યારે શ્વાસમાં એકાએક તકલીફ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિં મૃત્યુ થયું હતું. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. તેઓ મુળ ચોટીલાના સણોસરાના વતની હોઇ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન લઇ જવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં મવડી અમરનગર-2 શેરી નં. 7માં રહેતાં ભરતભાઇ જેન્તીભાઈ મોરધરા (ઉ.વ.40) ગોંડલ રોડ કોડાના શો રૂૂમ નજીક ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે બે ભાઈ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. હાર્ટએટેક આવ્યાનું સગાએ કહ્યું હતું.ત્રીજા બનાવમાં નડીયાદના આખડોળના વતની ઠાકોરભાઇ ભીખાભાઈ પરમાર (ઉ.વ.56) ડ્રાઇવીંગ કરતાં હોઇ સોફટવેર એન્જીનિીયર સાથે રાજકોટ દૂધ સાગર રોડ પર ગોપાલ ડેરી ખાતે આવ્યા હતાં. અહિ કેન્ટીનમાં છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ચોથા બનાવમાં ગોંડલ રોડ પીડીએમ પાછળ જે. ડી. પાઠક પ્લોટમાં રહેતાં અનીલભાઇ જયમલભાઈ ચાવડા (ઉ.વ.53) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જાણવા મળ્યું છે.
