રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં રેલનગરમાં રહેતાં કેટરર્સ સંચાલક સામાં કાંઠે ફંકશન બૂક કરવા ગયા બાદ કામ પતાવી ઘરે આવવા રિક્ષામાં બેઠા ત્યાં જ એકાએક શ્વાસ ચડયા બાદ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમને મૃત જાહેર કરાયા હતાં. બીજા બનાવમાં વાવડીમાં રહેતાં મહિલાનું પણ હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ રેલનગરમાં મારૂૂતિના સર્વિસ સ્ટેશન પાસે જડેશ્વર બંગ્લોઝમાં રહેતાં કેટરર્સ સંચાલક રહેતાં રસિકભાઈ કેશુભાઇ વેકરીયા (ઉ.વ.51) રાતે સાડા નવેક વાગ્યે આર્થનગર પેડક રોડ પર શ્રીજી આઈસ્કીમ નજીક રિક્ષામાં બેઠા હતાં ત્યારે એકાએક શ્વાસમાં તકલીફ થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું. રસિકભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. તેઓ કેટરર્સ ચલાવતાં હતાં. ફંકશન બૂકીંગના કામ માટે ગયા હતાં. ત્યાંથી ઘરે આવવા રિક્ષામાં બેઠા ત્યારે જ આ બનાવ બન્યો હતો.
બીજા બનાવમાં વાવડી વિશ્વકમાં સોસાયટી-14માં રહેતાં કમલાબેન શાંતિભાઇ સંડેરા (ઉ.વ.55) સાંજે ઘરે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં એક પુત્રી છે. પતિ કારખાનામાં કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં ધોરાજીના ભાદાજાળીયા ગામના રસિકભાઈ સવદાસભાઈ પાઘડાર (ઉં.વ.57) રાતે દસેક વાગ્યે રાજકોટ સર્વોદય સ્કુલ પાસે આસમાન સીટી એપાર્ટમેન્ટમાં પોતાના જમાઇ ભાવેશભાઈના ઘરે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. તેઓ પાંચ ભાઈ અને એક બહેનમાં વચેટ હતી અને ખેત મજુરી કરતાં હતાં. તેમને બ્લડ કેન્સર હોઇ સારવાર માટે અમદાવાદ જવાનું હોઈ જેથી તેઓ રાજકોટ આવ્યા હતાં. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવીઝન અને તાલુકા પોલીસમાં જાણ કરી હતી.
ચોથા બનાવમાં સાધુવાસવાણી રોડ પર જનક કોમ્પલેક્ષમાં રહેતા ફાલ્ગુનીબેન તુષાર ભટ્ટ(ઉં.વ.44) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારીના કારણે તે બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.
