રાજકોટમાંથી ચાર બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, આઈડીકાર્ડ કબજે કરી ડિપોર્ટ કરવા તજવીજ

શહેરમાંથી અગાઉ અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે વધુ એક વાર બાંગ્લાદેશી ઘુષણખોરોને એસઓજીની ટીમે પકડી પાડ્યા છે.આજીડેમ ચોકડી અને કોઠારીયા…

શહેરમાંથી અગાઉ અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે વધુ એક વાર બાંગ્લાદેશી ઘુષણખોરોને એસઓજીની ટીમે પકડી પાડ્યા છે.આજીડેમ ચોકડી અને કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાંથી ચાર બાંગ્લાદેશી ઘુષણખોર મહિલાઓને દબોચી લઈ બાંગ્લાદેશી આઈડી કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કરી તપાસ શરૂૂ કરી છે અને તેમને ડિપોર્ટ કરવા તજવીજ શરૂૂ કરી છે.

વધુ વિગત અનુસાર,પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં મોટાપાયે ઘૂસણખોરોને શોધી દેશ નિકાલ કરવા ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું હતું.જે ઓપરેશનના ભાગરૂૂપે અગાઉ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લઇ દેશ નિકાલ કરવામાં આવ્યો હતો. અગાઉ રાજકોટની સોની બજારમાંથી એટીએસએ બાંગ્લાદેશી આતંકીને પણ ઝડપી પાડ્યો હતો ત્યારે વધુ એકવાર શહેરમાંથી ચાર બાંગ્લાદેશી ઘુષણખોર મહિલા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘૂસણખોરી કરી ગેરકાયદે રહેતા શખ્સોને ઝડપી લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચનાથી એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી, તે દરમિયાન પીએસઆઇ એમ.વી.જાડેજાની ટીમને મળેલી બાતમીના આધારે આજીડેમ ચોકડી નજીકથી બે બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓને દબોચી લેવાઈ હતી, જ્યારે અન્ય બે બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓને કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાંથી પકડી લેવામાં આવી હતી.

ઝડપાયેલી ચારેય મહિલાઓની પૂછપરછ કરતા તેઓ સપ્તાહ પૂર્વે જ અહીં આવ્યાની કેફીયત આપી હતી. તેઓ બાંગ્લાદેશની બેનાપુર બોર્ડરથી કોલકત્તામાં પ્રવેશ્યા હતા,ત્યાંથી હાવડા થઈ સુરત આવ્યા હતા અને સુરતથી તેઓ રાજકોટ પહોંચ્યા હતા. અગાઉ તેઓ બોમ્બે અને ઈન્દોરમાં પણ રોકાઈ ચૂક્યા હોવાની કબૂલાત આપી રહ્યા છે. ચારેય મહિલાઓ અહીં મજૂરીની શોધમાં આવી હતી તેવું રટણ કરી રહી છે. ત્યારે એસઓજીની ટીમે ચારેય મહિલાઓને પકડી તેમની પાસેથી બાંગ્લાદેશી આઇડી કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *