શહેરનાં નિર્મલા કોર્નવેન્ટ રોડ વિસ્તારમાં આવેલા જીમમાં સોડા બોટલનાં છુટા ઘા કરી તોડફોડ કરી આતંક મચાવવાના મામલે ગાંધીગ્રામ પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી ઘટના સ્થળે લઈ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. નિર્મલા કોર્નવેન્ટ રોડ ઉપર ત્રણેક દીવસ પહેલાં આર.ફીટનેસ નામના જીમ પાસે ઘસી જઈ સોડા બોટલનાં છુટા ઘા કરી જીમનો કાચ તોડી નાખી સરાજાહેર આતંક મચાવવાનાં મામલે ફરિયાદ નોંધાવાતા ગાંધીગ્રામ પોલીસે એન.સી.કેસ રજીસ્ટર કરી તપાસ હાથ ધરી હતી.
આ કેસમાં પોલીસે મયુરસિંહ મહેન્દ્રસિંહ સોઢા (ઉ.વ.33, રહે. પ્ર.નગર પોલીસ લાઈન પાસે), અક્રમ રફીકભાઈ દાવદાણી (રહે. નવી ઘાંચીવાડ), અમર ચંદુભાઈ થરેચા (ઉ.વ.27, રહે. ગીરનારી શેરી,બેડીપરા) અને કાનજી લાભુભાઈ કુકાવા (ઉ.વ.24, રહે. નીલકંઠ પાર્ક, પુષ્કરધામ મેઇન રોડ)ને ઝડપી લઇ ઘટના સ્થળે લઇ જઈ ઘટનાનું રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું.આ કામગીરી ગાંધીગ્રામ પોલીસના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં ડી સ્ટાફના રવિભાઈ ગઢવી અને રઘુભા જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.
