મતદાનની જરૂર પડે તો 20મીએ સવારે યોજાશે
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો. કે. લક્ષ્મણ દ્વારા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ’સંગઠન પર્વ – 2024’ ના ભાગરૂૂપે નવી દિલ્હી સ્થિત પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે આગામી 19 અને 20 જાન્યુઆરીએ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જાહેર કરવામાં આવેલા સત્તાવાર સમયપત્રક મુજબ, આજે 16 જાન્યુઆરીના રોજ બપોરે 12:00 વાગ્યે મતદાર મંડળની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ ગણાતી નામાંકન પ્રક્રિયા સોમવાર, 19 જાન્યુઆરીના રોજ બપોરે 2:00 થી 4:00 વાગ્યા દરમિયાન યોજાશે. ત્યારબાદ તે જ દિવસે સાંજે 6:30 વાગ્યે ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર પ્રેસ નિવેદન જારી કરવામાં આવશે.
જો જરૂૂરી જણાય તો, મંગળવાર, 20 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11:30 થી 01:30 વાગ્યા દરમિયાન મતદાન અથવા નવા અધ્યક્ષની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા નવી દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા ભાજપના મુખ્યાલય ખાતે યોજાશે.
