રાજકોટમાં મોટા પુત્રએ કરેલા પ્રેમલગ્નનાં મુદ્દે નાના પુત્રનું અપહરણ કરી ગોંધી રાખી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરાતા કંટાળી કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ રહેતા ઉષાબેન જાની એ બિલ્ડીંગના છઠ્ઠા માલેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે આપઘાતની ફરજ, પાડવા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યા બાદ યુવતીના પિતા સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં યુવતીના પિતા જલા જોધાભાઈ સભાડ ઉ.વ.50, તેના પુત્ર મનીષ ઉ.વ.20 રહે, ભીડભંજન સોસાયટી, ગોપાલચોક, રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે, કૈલાશ ઉર્ફે કવા દાનાભાઈ સભાડ(ઉ.વ.41,રહે.હેમંત નગર શિતલ પાર્ક ચોકડી) અને વિમલ ગોપાલભાઈ સભાડ (ઉ.વ.24,રહે ભીડભંજન સોસાયટી)નો સમાવેશ થયેલ છે. ગાંધીગ્રામ-2 પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખની કિંમતની કાર કબ્જે કરી ફરાર અન્ય ચાર આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે.આપઘાત કરનાર ઉષાબેનના મોટા પુત્ર મિલને આરોપી જલા સભાડની પુત્રી પાયલ સાથે પ્રેમલગ્ન કર્ય હોય તેના મુદ્દે જલા,ગોપાલ, વજિય, મનીષ, મેહુલ, કવા, વિમલ ને સાગર સભાડે તેનાના પુત્ર ગૌતમનું કોરમાં અપહરણ કરી હતી.અલગ અલગ સ્થળેલઈ જઈ મારકુટ કરી ગોંધી રાખ્યો હતો. તેમજ ઉષાબેનને ગાળો દઈ ધમકી આપતાં કંટાળી જઈ તેણે ઘરે છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.