શાપરના રાજવી પરિવારના ઘરે ધાડની ટીપ પૂર્વ નોકરે આપી’તી: વધુ ચારની ધરપકડ

વધુ રૂા.12.50 લાખની રોકડ કબજે, ફરાર છ શખ્સોને પકડવા તપાસ શાપરના રાજવી પરિવારના મોભી જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ. 77) ને બંધક બનાવી ગત તા.20/06/2026ના રોજ…

વધુ રૂા.12.50 લાખની રોકડ કબજે, ફરાર છ શખ્સોને પકડવા તપાસ

શાપરના રાજવી પરિવારના મોભી જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ. 77) ને બંધક બનાવી ગત તા.20/06/2026ના રોજ બનેલી રૂ.2.47 કરોડની ચકચારી ધાડના ગુનામાં એલસીબીની ટીમને વધુ એક સફળતા મળી છે. એલસીબીએ આ ગુનામાં સંડોવાયેલા વધુ ચાર સાતિર આરોપીઓને કુલ રૂ.12.50 લાખની રોકડ સહીત રૂ.17,02,000 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.આ લુંટની ટીમ તેના પૂર્વે નોકરે આપ્યાનું ખુલ્યું છે.

ત્રણ આરોપીઓને અગાઉ 5ોલીસે ઝડપી લીધા હતા. બાકી રહેલા આરોપીઓ વિજન નજરૂભાઇ માવી, રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છાર, રાજુ કમલજીત જીતરા અને સાગર મેડાને ઝડપી લઇ 12.50 લાખની રોકડ સહિત 17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આરોપીઓ અગાઉ પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારો છે. આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવામાં મદદનિશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તી રેપુડી અને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફના જવાનોએ પ્રશંસનીય કામગીરી કરી છે. આ ટોળકીના હજુ પાંચ સભ્યો ફરાર છે. જેમાં કરણસીંગ ઉર્ફે મડીયા હેમરાજ સીંગાડ, મહોબતસિંગ , આલમસિંગ ઉર્ફે સુલસુલા બામણીયા બહાદુર નજરૂભાઇ બબેરીયાની શોધખોળ શરુ કરી છે.

પકડાયેલ મહોબતસિંગ સામે તેલંગાણા રાજ્યના રંગારેડ્ડી તથા જગતીયાલ જિલ્લામાં ઘરફોડ ચોરી અને લૂંટના 22 જેટલા ગંભીર ગુના નોંધાયેલ છે જયારે આલમસિંગ સામે છત્તીસગઢ રાજ્યના રાજગઢ અને બલોદા બાજાર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને લૂંટના 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. બાનસિંગ ફરિયાદીના ઘરથી અને તેમની આર્થિક સ્થિતિથી સારી રીતે માહિતગાર હતો, કારણ કે તે અગાઉ શાપર ખાતે ફરિયાદીની બાજુની જમીનમાં મજૂરી કામ કરતો હતો અને તેણે જ આ સમગ્ર ધાડની મુખ્ય ટીપ આપી પ્લાનિંગ કર્યું હતું.

ધાડના ગુન્હામાં કોનો શું રોલ
ઘાડના બનાવમાં મુખ્ય આરોપી બહાદુર બબેરીયા અગાઉ ફરિયાદીના ઘરની બાજુમાં જમીનમાં મજૂરી કામ કરતો હોવાથી તે ઘરમાં રહેલ રોકડ અને દાગીના વિશે સારી રીતે જાણતો હતો. લૂંટ અગાઉ તેણે અને તેના સાગરીતોએ બે વખત શાપર આવીને ઘરની રેકી કરી ખાતરી કરી હતી કે ઘરમાં માત્ર વૃદ્ધ દંપતી જ રહે છે. જયારે પ્લાનિંગ અને ગેંગની રચના: મોટી માત્રામાં રોકડ હોવાથી વધુ માણસોની જરૂૂર હતી, જેથી રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છારે જેલમાં તેના મિત્ર બનેલા વિજન માવીનો સંપર્ક કર્યો હતો. વિજન માવીએ લૂંટ માટે અન્ય માણસોની ગેંગ તૈયાર કરી હતી અને બોલેરો ગાડી તથા ડ્રાઇવરોની વ્યવસ્થા કરી હતી. એસ્કેપ રૂૂટની તૈયારી અને લૂંટનો અંજામ આપવા 18/06/0026 ના રોજ આરોપીઓ શાપર આવ્યા હતા અને 19મીએ સવારે લૂંટ કર્યા બાદ કયા રસ્તેથી ભાગવું તે રસ્તાઓ પગપાળા ચાલીને ચેક કરી લીધા હતા. ત્યારબાદ રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ઘરમાં ઘૂસી, ફરિયાદીને માર મારીને લૂંટ ચલાવી હતી. ભાગી છૂટવાની રીત: ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ આજુબાજુના વિસ્તારમાંથી 3 મોટરસાયકલની ચોરી કરી હતી. આ બાઈક પર બેસી તેઓ હિરાસર એરપોર્ટ નજીક પહોંચ્યા હતા અને ત્યાં અવાવરું જગ્યાએ બાઈક છોડી દીધા હતા. ત્યારબાદ હાઈવે પર અગાઉથી બોલાવેલી બોલેરો ગાડીમાં બેસીને તેઓ પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *