કોટડા સાંગાણી ગ્રામ પંચાયતનાં ચકચારી ઉચાપત પ્રકરણમાં પ્રકરણમાં એનસીપીના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના પુત્ર અને તત્કાલિન સરપંચ એવા હાલના ઉપસરપંચ આરોપી ધવલ વઘાસીયાની થોડા સમય પહેલા આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ આખરે ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ચાર વર્ષ પહેલાં હોદ્દાનો દુરૂૂપયોગ કરીને ખોટું રેકર્ડ ઊભું કરી રૂૂા.52 લાખની ઉચાપત કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
કોટડા સાંગાણી ગ્રામ પંચાયતમાં, વર્ષ 2022માં થયેલા ભ્રષ્ટાચારનું ભૂત ગત દિવાળી બાદ ફરી ધૂણ્યું હતું.જાગૃત ગ્રામજનની રજૂઆતના પગલે ત્રણ વર્ષથી ચાલતી તપાસમાં નોટિસ, બદલી, સસ્પેન્શન જેવા પગલા ભરવામાં આવ્યા બાદ ડીડીઓ દ્વારા જે-તે સમયે થયેલા 32 પૈકી 17 કામોમાં ગેરરીતિ ખુલવાથી તત્કાલિન સરપંચ અને કર્મચારીઓ સામે આકરા કાનૂની પગલા ભરવાનો નિર્દેશ આપ્યો હતો.ડીડીઓની તપાસમાં રૂૂા.પર લાખથી વધુની ઉચાપત-ગેરરીતિ થયાનું ખુલ્યું હોવાથી ટીડીઓ દ્વારા તત્કાલિન સરપંચ અને હાલના ઉપસરપંચ ધવલ વધાસીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ દરમિયાન ફરાર સરપંચ દ્વારા ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરાતા ગોંડલની એડી. સેસન્સ કોર્ટે નામંજૂર કરી હતી. આખરે ગઈકાલે મોડી સાંજે આરોપી ધવલ વઘાસીયાની પોલીસે વિધિવત ધરપકડ કરીને કાર્યવાહી હાથ પરી હતી.
