10-વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ઉજવાઈ રહ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને માનવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તારીખ 11ના રોજ વાઇબ્રન્ટ સમિટના શુભારંભ પ્રસંગે પધારી રહ્યા છે ત્યારે વિવિધ વિભાગોના તથા કંપનીઓના એક્ઝિબિશન સ્ટોલ્સ પણ ખૂબ આકર્ષણ જમાવી રહ્યા છે અનેકવિધ વિભાગોના સ્ટોર્સમાં ખાસ ગુજરાત રાજ્ય વન વિભાગ નો પ્રદર્શન સ્ટોલ ઉડીને આંખે વળગે તેટલો સુંદર છે સૌરાષ્ટ્ર અને કચ્છના પરિસર તંત્રો આબેહૂબ તેમાં ઝીલવામાં આવ્યા છે.
વેળાવદરના ઘાસિયા મેદાનો ખીજડીયાનું પક્ષી અભયારણ્ય મેંગરુનો મિસ્ત્રી પ્રોજેક્ટ કરુણા અભિયાન અને એશિયાઈ સિંહનું બીજું ઘર એવા બરડા ડુંગરની વાત ખૂબ આબેહૂબ શિલ્પ ડાયો રમા થકી થઈ છે જે સૌના મન મોહી લે અને પરિસર તંત્રો પ્રત્યે જાગૃતિ તથા આકર્ષણ પેદા કરે તેટલા સુંદર છે આ ઉપરાંત ઈમરસીવ ટેકનોલોજીનો પણ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે જાહેર સ્ક્રીન ઓગમેન્ટેશન તેમાં પ્રાણીઓ સાથે જ આપણે હાલતા ચાલતા હોઈએ તેવો ભાસ થાય તથા ટેબોગમેન્ટેશનમાં પ્રાણીઓ 3મમાં જોઈ શકાય તથા પગથી પતંગિયાઓ ઉડાડવાની મજા કંઇક અનેરી છે. વાઇબ્રન્ટ ગુજરાતના પ્રદર્શનની મુલાકાતે જ્યારે જાઓ ત્યારે હોલ છમાં આવેલ વન વિભાગના સ્ટોલની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
