ધોરાજીમાં ભાદર પાસેથી બાવળ કાપતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા

ધોરાજી વન વિભાગે ભાદર મેઈન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાવળ કાપતા પાંચ શખ્સોની અટકાયત કરી છે. વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ સમયે બે…

ધોરાજી વન વિભાગે ભાદર મેઈન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાવળ કાપતા પાંચ શખ્સોની અટકાયત કરી છે. વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ સમયે બે દિવસમાં કુલ ત્રણ બાવળના વૃક્ષોનું ગેરકાયદેસર કપાણ થતું પકડ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં શાપુરના રાહુલ રમેશભાઈ સોલંકી, આર્યુ નૂરમહમદ, રવિ બટુક સોલંકી, વિપુલ બાબુભાઈ સોલંકી અને મજેવડીના સુરેશ પરેશભાઈ વસાનો સમાવેશ થાય છે.

આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ, 1927 ની વિવિધ કલમો હેઠળ ગેરકાયદેસર કપાણનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂૂપે પાંચેય શખ્સો પાસેથી એડવાન્સ રિકવરી પેટે કુલ ₹60,000 નો દંડ વસૂલ કર્યો છે. સરકારી વન્ય સંપત્તિને નુકસાન પહોંચાડતા લાકડા ચોરો અને માફિયાઓ સામે વન વિભાગે કડક પગલાં લીધા છે. આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંકેત આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *