પડધરીના રૂપાવટી ગામે વાડીના ગોડાઉનમાં છુપાવેલ રૂા.3.77 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

પડધરીના રૂૂપાવટી ગામની સીમમા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી વાડીના ગોડાઉનમાં છુપાવેલો રૂૂ.3.77 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો પડકી પાડી ધ્રોલના શખ્સની ધરપકડ કરી તપાસ…

પડધરીના રૂૂપાવટી ગામની સીમમા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી વાડીના ગોડાઉનમાં છુપાવેલો રૂૂ.3.77 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો પડકી પાડી ધ્રોલના શખ્સની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળ્યું કે,રાજકોટના બુટલેગર સાથે મળી વાડી માલિકે ગોડાઉનમા વિદેશી દારૂૂનો જથ્થો ઉતાર્યો હતો.
રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ સાથે જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા 31 ડીસેમ્બર માટે મંગાવવામાં આવતા દારૂૂ ઉપર દરોડા પાડવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઈન્સપેકટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમે જીલ્લામાં બુટલેગરો ઉપર વોચ ગોઠવી હોય એલસીબીન અ એ.એસ.આઈ.રવિદેવભાઇ બારડ,બ્રિજરાજસિંહ જાડેજા,રોહિતભાઈ બકોત્રા,વકારભાઇ અરબ અને પ્રકાશભાઈ પરમારને મળેલ હકિકત આધારે રૂૂપાવટી ગામની સીમમા જામનગરના ધ્રોલના ગઢડા ગામના વતની મુકેશ મેરૂૂભાઇ ઉર્ફે બાબુભાઇ મુંધવાના કબજા ભોગવટાની વાડીના ગોડાઉનમા માંથી વિદેશી દારૂૂનો જથ્થો ઉતર્યો હોય એલસીબીની ટીમે દરોડો પાડી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 1197 બોટલો જેની કુલ કિ.રૂૂ.3,77,475 કબજે કરી પુછપરછ કરતા રાજકોટ રામાપીર ચોકડી પાસે રહેતા વિપુલ બાબુભાઇ ગમારા અને મુકેશે 31 ડીસેમ્બર માટે આ દારૂૂનો જથ્થો મંગાવ્યો હતો.

એલસીબીના દરોડામાં વિપુલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરુ કરી છે. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ,આર.વી.ભીમાણી એ.એસ.આઈ. બાલકૃષ્ણ ત્રિવેદી, રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, વકારભાઇ આરબ, પ્રકાશભાઈ પરમારે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *