બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ શીખવા આવ્યો હતો. અહીં તેને કામ બરાબર આવતું ન હોવાથી તેને પોતાના વતનમાં પોતાના ઘરે જવું હતું. જેથી કામના ટેન્શનમાં તેણે ગુરુવારે રાત્રિના સમયે ઋષિકેશ એપાર્ટમેન્ટમાં પંખામાં ટુવાલ તથા ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તેનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે સોનલ કુમાર અનિલ યાદવ (રહે. મૂળ બિહાર, હાલ દ્વારકા) એ દ્વારકા પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુરમાં ઓફિસમાં ધમધમતા જુગારધામ પર દરોડો
કલ્યાણપુર તાલુકામાં એક ઓફિસમાં જુગાર રમતો હોવાની બાતમી એલ.સી.બી. પોલીસને મળતા એલ.સી.બી.ની ટીમે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ભીમશી પાલા જોગલ નામના 61 વર્ષના વૃધ્ધની નંદાણા ગામે આવેલી ઓફિસમાં દરોડાની કાર્યવાહી કરી હતી.
ઉપયોગ શખ્સ દ્વારા પોતાના અંગત કાયદા માટે બહારથી માણસો બોલાવીને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને પૈસા અને ટોકન વડે રમાડાતા જુગારને ઝડપી પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસે ભીમશી પાલા જોગલ, જમન રામજી નકુમ, રૂૂઘા વેજાણંદ ચાવડા, મુરૂૂ કેશુર ચાવડા અને રૂૂઘા વજશી ચાવડા નામના પાંચ શખ્સોની ઝડપી લીધા હતા.
આ દરોડા દરમિયાન પોલીસે રૂૂપિયા 91,860 ની રોકડ રકમ તથા રૂૂપિયા 41 હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 1,32,860 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ચંદ્રવાડા ગામે જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી
કલ્યાણપુરથી આશરે 24 કિલોમીટર દૂર આગળ ચંદ્રવાડા ગામની સ્કૂલની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે રાત્રિના બે વાગ્યાના સમયે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નાગાભાઈ લીલાભાઈ ઓડેદરા, રામ કરસન અમર, કેશુ પરબત અમર, હાજા બાલુ અમર અને ભીમા જેઠા ઓડેદરા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે કુલ રૂૂ. 28,200 નો મુદ્દામાલ કબજે કરી કરી ગુનો નોંધ્યો હતો.
