રિસામણે બેઠેલી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પતિનો આપઘાતનો પ્રયાસ

  શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા યુવકની પત્ની છેલ્લા બે વર્ષથી મોરબી રિસામણે ચાલી ગઈ છે. રિસામણે બેઠેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુવાને ઝેરી દવા પી…

 

શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા યુવકની પત્ની છેલ્લા બે વર્ષથી મોરબી રિસામણે ચાલી ગઈ છે. રિસામણે બેઠેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી.

યુવકને ઝેરી અસર થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતા નીતિન તુલસીભાઈ પરમાર નામનો 30 વર્ષનો યુવાન સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં શારદાબાગ પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પ્રાથમિક પૂછપરછમા નીતિન પરમાર ત્રણ ભાઈમાં મોટો છે અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે નીતિન પરમારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

તેની પત્ની પૂનમબેન છેલ્લા બે વર્ષથી મોરબી માવતરે રિસામણે બેઠી છે જે મુદ્દે પત્ની પુનમબેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા નીતિન પરમારને લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *