દ્વારકા જગતમંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી

સવારે મંગલા આરતી, 1:30 થી 2:30 સુધી ઠાકોરજી સંગ ઉત્સવની ઉજવણી બાદ સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે : મંદિરને લાઈટિંગથી સુશોભિત કરાયું, લાખો…

સવારે મંગલા આરતી, 1:30 થી 2:30 સુધી ઠાકોરજી સંગ ઉત્સવની ઉજવણી બાદ સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે : મંદિરને લાઈટિંગથી સુશોભિત કરાયું, લાખો ભાવિકોમાં અનેરો ઉત્સાહ

યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી14 ફેબ્રુઆરીના સવારે પુનમ તેમજ બોપરે ફુલડોલ ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. જગતમંદિરમાં હોળી ફુલડોલ ઉત્સવ દરમ્યાન ઠાકોરજીના દર્શન સમયમાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે.

જે અનુસાર આગામી તા.14-03-202પ ને શુક્રવાર ફાગણ સુદ પૂનમના રોજ મંગલા આરતી સવારે 6:00 કલાકે યોજાશે. અનોસર બપોરે 1:00 કલાકે ફુલડોલ ઉત્સવ આરતી બપોરે 1:30 કલાકે તેમજ ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવની ઊજવણી બપોરે 2:30 સુધી કરાશે. બાદ સાંજે 5 સુધી મંદિર બંધ રહેશે જયારે સાંજનો ક્રમ નિત્યક્રમાનુસાર રહેશે. હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવામાં આવનાર હોય લાખો ભાવિકો અનેરા ઉત્સાહ સાથે હજારો ભાવિકો દ્વારકા પધારનાર હોય તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સુગમતાભરી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

ભગવાન શ્રી દ્વારકાધીશ સંગ હોળી રમવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા .14 માર્ચ.2025ના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. ફુલડોલ ઉત્સવને લઈ ભક્તો પગપાળા દ્વારકા આવી રહ્યા છે. જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ, આગેવાનો દ્વારા સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે.

આજરોજ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, ખંભાળિયા પ્રાંત અધિકારી કે. કે. કરમટા સહિતનાએ વિવિધ સેવા કેમ્પની મુલાકાત કરી હતી. અને પદયાત્રીઓ માટે કરવામાં આવેલી ભોજન વ્યવસ્થા, રાત્રી રોકાણની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય સહિતની સુવિધાઓ નિહાળી હતી. આ તકે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ પદયાત્રીઓ સાથે સેવા કેમ્પમાં મળી રહેલા ભોજન, રાત્રી રોકાણની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય સહિતની સુવિધા અંગે વાતચીત કરી હતી. તેમજ વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ, આગેવાનો દ્વારા કરવામાં આવતી સેવાને બિરદાવી હતી.

શ્રીજીને રંગોની પોટલી સાથે ચાંદીની પીચકારી ધારણ કરાઇ
દ્વારકાધીશ જગતમંદિરે વસંતત્રૂંતુંના અનેરા વધામણા રૂૂપે કાળિયા ઠાકોરને શિંગાર તથા સંધ્યા આરતીમાં શ્રીજી તેમજ ભાવિકોને પુજારી પરીવારે અબિલ ગુલાલના રંગોથી રમાડ્યા. ઠાકોરજીને ચાંદીની પિચકારી તેમજ અબિલ-ગુલાલના પોટલી ધરાવવામાં આવી હતી. ઠાકોરજી સંગ ભાવિકો રંગે રંગાયા હતા. ઠાકોરજીને બન્ને આરતી સમયે અબીલ- ગુલાલની પોટલી ધરી તેમાથી ફુલડોલ સુધી રોજ દર્શનાથી ભાવિકોને નિજ સભા મંડપમાં રંગે રમાડાશે હોળાષ્ટકનો પ્રારંભ થતા શ્રીજીને અબિલ ગુલાલની પોટલી ધરી નિજ મંદિર પટાગણમાં દર્શનાથીઓને ઠાકોરજીના પ્રસાદ રૂૂપે રંગોથી રમાડાયા હતા. કાળિયા ઠાકોરને રંગોની પોટલી ધરી ચાંદીની પીચકારી ધારણ કરાય તેમા કેસુડાનો રંગ ભરી શ્રીજીને ફુલડોલ ઉત્સવ ઉજવાય છે. ભાવિકો ઠાકોરજીના સનમુખ સામે રંગોથી રંગાઇ ભાવવિભોર બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *