સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા. 552 કરોડના કામોની દરખાસ્ત મંજૂર

રૂા. 37 કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્સ બનાવશે મનપા : માર્ચ એન્ડિંગના કારણે ધડાધડ મંજૂર કરાતી દરખાસ્તો : સ્વીપર મશીનના મેઈન્ટેનન્સ માટે રૂા. 44.87…

રૂા. 37 કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્સ બનાવશે મનપા : માર્ચ એન્ડિંગના કારણે ધડાધડ મંજૂર કરાતી દરખાસ્તો : સ્વીપર મશીનના મેઈન્ટેનન્સ માટે રૂા. 44.87 લાખનો ખર્ચ મંજૂર

જામનગર મહાનગર પાલીકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે મળી હતી. જેમાં કુલ રૂૂ. 552 કરોડ 54 લાખ ના વિવિધ વિકાસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ આજ તા. 10-03-2025 ના ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં. 2, જલારામનગર થી ગાંધીનગર સ્મશાન સુધી ની સ્ટ્રોમ વોટર આર.સી.સી. બોકસ કેનાલના કામે પી.એમ.સી. ની નિમણુંક કરવા કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત ને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 12 ) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ માટે. રૂૂા. 20 લાખ , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 4) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂ. 20 લાખ , સીવીલ વેસ્ટ ઝોન વોર્ડ નં. 6 માં બળદેવનગર, સેનાનગર, વાયુનગર, મુરલીધર તથા તીરૂૂપતિ 1 સોસાયટીઓની આંતરિક શેરીઓમાં સી.સી. રોડના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 366.60 લાખ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. 11 માં સમસ્ત સતવારા જ્ઞાતી શૈક્ષણીક ટ્રસ્ટ સંચાલિત ક્ધયા છાત્રાલયમાં પ્રાર્થના હોલના કામ અંગે સાંસદસભ્ય પૂનમબેન માડમ ની 100 ટકા ગ્રાંટ અંતર્ગત ખર્ચ રૂૂા. 10 લાખ મંજુર કરાયો હતો.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ રીંગ ફેન્સ્ડ એકાઉન્ટની ગ્રાન્ટ તથા અમૃત 2.0 યોજના હેઠળ જામનગર શહેરમાં રે. સર્વે નંબર 287 (નવા) પૈકીમાં 10 એમ.એલ.ડી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપન ટેકનોલોજી સાથે તથા સીવેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનું કામ 5 (પાંચ) વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સમયગાળા સાથેના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 2276.95 લાખ માન્ય રખાયું હતું આ કામ કબીર લહેર તળાવ ની પાછળ, આર્શીવાદ રીસોર્ટ થી નાઘેડી ગામ તરફ જવાના રસ્તા પર, ખંભાળીયા રોડ થશે .

વર્ષ 2025-26 માટે ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 9, 10, 11, 12) હેઠળ સમાવેશ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત હોય તેવી ભુગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ કરવાના કામ ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે રૂૂા. 60.90 લાખ , વર્ષ 2025-26 માટે વેસ્ટ ઝોન (વોર્ડ નં. 6, 7, 8) હેઠળ સમાવેશ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત હોય તેવી ભુગર્ભગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ કરવાના કામ નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે રૂૂ. 55.53 લાખ , વર્ષ 2025-26 માટે સાઉથ ઝોન (વોર્ડ નં. 13, 14, 15, 16) હેઠળ સમાવેશ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત હોય તેવી ભુગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ કરવાના કામનો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ રૂૂા. 73.61 લાખ , વર્ષ 2025-26 માટે નોર્થ ઝોન (વોર્ડ નં. 1, 2, 3, 4, 5) હેઠળ સમાવેશ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત હોય તેવી ભુગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ કરવાના કામનો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અંગે રૂૂા. 87.33 લાખ નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે રોડ સ્વીપર મશીનના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ના ન કામ માટે રૂૂા. 44.87 લાખ.નું ખર્ચ મંજુર રાખવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના ભાગ નં. 1 થી 8 માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી, ઓપન પોઇન્ટ ગાર્બેજ કલેક્શન, બીન્સ કલેક્શન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવા ના કામ માટે રૂૂા. 900 નું ખર્ચ માન્ય રખાયું હતું . મ.ન.પા. હસ્તક ના બેકહો લોડર નંગ – 5 ના 3 વર્ષ ના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ના કામ માટે રૂૂ.. 250.71 લાખ નું ખર્ચ મંજુર કરાયું હતું.

કોમ્પ્રેહેન્સીવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર મિડીયમ લાઈટ એન્ડ હેવી કોમર્શીયલ વ્હીકલ ફોર 3 યર્સ એઝ પર ટેન્ડર ટર્મ્સ એન્ડ ક્ધડીશન અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત રી ટેન્ડર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા જી યુ ડી સી વિભાગ તરફ થી તમામ મહાનગરપાલિકા વતી 250 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવાના પ્રોજેક્ટ અંગે સૈધ્ધાંતિક સ્વીકાર કરવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 2030 લાખ અંગે સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક (સિકયોરીટી, કલીનીંગ, ગાર્ડનીંગ તથા કોમ્પ્યુટર ઓપરેટર સ્ટાફ) ના ત્રણ વર્ષ ના કામ અંગે રૂૂા. 164.23 લાખ , જામ રણજીતસિંહ પાર્ક (સિકયોરીટી, કલીનીંગ, ગાર્ડનીંગ એન્ડ કોમ્પ્યુટર ઓપરેટર સ્ટાફ) 3 વર્ષ ના. કામ અંગે રૂૂા. 167.03 લાખ , લાખોટા કોઠા મ્યુઝીયમ (સિકયોરીટી, કલીનીંગ તથા કોમ્પ્યુટર ઓપરેટર સ્ટાફ) ત્રણ વર્ષ ના કામ અંગે રૂૂા. 110.92 લાખ નું ખર્ચ , અને ગાર્ડનીંગ સ્ટાફ ઓફ રણમલ લેઈક તથા ખંભાળીયા ગેઈટ ના ત્રણ વર્ષ ના કામ અંગે રૂૂા. 56 લાખ મંજુર કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં ટી.પી. સ્કીમ નં. – 5 અંતિમ ખંડ નં. – 18/બી વાળી જગ્યામાં મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ (ઓડીટોરીયમ) બનાવવાના કામ અંગે રૂૂા. 3697.17 લાખ નું ખર્ચ મંજુર કરાયું હતું.( સિંધુ જયોત કોમ્યુનીટી હોલ ની પાસે, રોડ ની ચોકડી પાસે ડાબા હાથ પર નો પ્લોટ, હાપા-રાજકોટ રોડ). જેમાં મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ (ઓડીટોરીયમ) જેમાં કલ્ચરલ શો, નાટક, નૃત્ય, સંગીત, એક્ઝીબીશન વિગેરે જેવા અનેક આયોજન થઇ શકે તે માટે જરૂૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે 1200 ની સીટીંગ કેપેસીટી સાથે નું મલ્ટી લેવલ ઓડીટોરીયમ, પ્રોજેક્ટર રૂૂમ, એકોસ્ટિક વર્ક, લેડીસ એન્ડ જેન્ટ્સ ટોઇલેટ બ્લોક (6 નંગ), ગ્રીન રૂૂમ, આર્ટ ગેલેરી, કાઠે ટેરીયા, એક્ઝીબીશન હોલ (2 નંગ), ઇલેક્ટ્રિક રૂૂમ, વી.આઈ.પી. રૂૂમ, વેઈટીંગ લોન્જ, લીફટ (8 નંગ), સ્ટેરકેસ (4 નંગ), એડમીન ઓફીસ (2 નંગ), રિસેપાન, પાર્કિંગ, લેન્ડ સ્કેપિંગ, ઇંટઅઈ, ફાયર ફાયટીંગ સીસ્ટમ, પાર્ટી પ્લોટ લોન એરિયા, કિચન બ્લોક, ગ્રાઉન્ડ ફ્લોર પર હોલ, ફર્સ્ટ ફલોર પર 8 તથા સેડન્ડ ફ્લોર પર 8 રૂૂમ મળી કુલ 19 રૂૂમ, એન્ટ્રી ગેઇટ, કમ્પાઉન્ડ વોલ, સિક્યોરીટી કેબીન વિગેરે સવલતો સાથેનું મલ્ટી પર્પસ કલ્ચરલ કોમ્પ્લેક્ષ ઓડીટોરીયમ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સાત દરખાસ્તો અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં કેબલ ટી.વી. મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા નોર્થ ઝોન (વોર્ડ નં. 2,3,4) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) ના કામે રૂૂા. 10 લાખ, વિચાર ભારતી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ વિશેષાંકમાં રૂૂા. 13,000 ની જાહેર ખબર આપવા, જામનગર મહાનગરપાલિકા ની કાયમી વહીવટી / ટેકનીકલ જગ્યાઓમાં મહાનગરપાલિકા માં કોન્ટ્રાક્ટબેઇઝ થી લાંબા સમયથી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટબેઇઝો માટે ભરતીના ધોરણમાં ફેરફાર કરવા તેમજ કાયમી જગ્યા ઉપર સમાવેશ કરવા ના ધોરણો મંજુર કરવામાં આવ્યા હતા. આઉટ ગ્રોથ વિસ્તારના કામો સૂચવવા બાબતે રૂૂા. 66.9176 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ હતી. આંતરમાળખાકીય સુવિધાના કામો સૂચવવા બાબતે રૂૂા. 317.38315 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી અને શહેરી સડક યોજના અંતર્ગતના કામો સૂચવવા બાબતે રૂૂા. 62.0923 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપાવામાં આવી હતી.

કચ્છીભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ, મુંબઈ સંચાલિત મુ. રાતા તળાવ, તા. અબડાસા, જી. કચ્છ સ્થિત પાંજરાપોળ ખાતે તબકકાવાર 2000 ઢોર ટ્રાન્સપોર્ટ કરવા માટે રૂૂા. 2.14 કરોડ. નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો..આમ આજ ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક મા કુલ રૂૂ. ટ રૂૂા. 55ર કરોડ 54 લાખ ના ખર્ચ ની દરખાસ્તો ને મંજુરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *