Connect with us

ગુજરાત

આ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવાર

Published

on

સોમનાથમાં ગુરૂપૂર્ણિમાથી જ શરૂ થશે શ્રાવણનો માહોલ


નજીકના સમયમાં પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને ગુરૂૂ પૂર્ણિમાંથી જ શ્રાવણ માસનો માહોલ રચાઈ જશે. આ વખતે શ્રાવણ માસનું વૈવિધ્ય એ છે કે માસની શરૂૂઆત પાંચ ઓગષ્ટ થી થશે અને આ માસમાં પાંચ સોમવાર રહેશે.


તેમજ સોમવારે સોમવતી અમાસના દિવસે માસની પૂર્ણાહૂતિ થશે. આવો સુયોગ બહુ જ ઓછો રચતો હોય છે. સોમનાથમાં શ્રાવણ માસના કાર્યક્રમો નકકી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉતરમાં આવેલા હિંદી ભાષી રાજ્યો ઉંતરપ્રદેશ ,ઉતરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં શ્રાવણ માસ આપણા શ્રાવણ માસથી પંદર દિવસ વહેલો શ્રાવણ માસ બેસી જાય છે અને આપણે એનાથી પંદર દિવસ પાછળ હોઈએ છીએ. હરિદ્વાર અને ગંગાકાંઠાના નગરોમાંથી ગંગાજળ ભરવા માટે કાવડિયાઓની યાત્રાઓ શરૂૂ થઈ ગઈ છે.
આશરે સવાસો લિટર ગંગાજળ ભરેલા કુંભોને ખંભા પર ઉચકીને છેક 250 કિલોમીટર સુધી લઈ જનારા શ્રદ્ધાળુઓ પણ દેશમાં વસે છે. આ જ કાવડિયાઓ કાવડમાં ગંગાજળ ભરીને આપણા શ્રાવણ માસના પ્રારંભની તારીખ ગણીને એમના વતનથી પદયાત્રા શરૂૂ કરી દે છે.

એક નવો સીલસીલો ચાલુ થયો છે એમાં દર પૂનમ મહારાષ્ટ્રમાંથી ગીરનારની પૂનમ ભરવા અનેક યાત્રાળુઓ આવે છે. સોમનાથમાં કેટલાક શ્રદ્ધાળુઓ એમના રાજયના પંચાંગને આધાર માનીને અહી શ્રાવણ બેસી ગયો છે એમ સમજીને દર્શને આવે છે. જેના કારણે અહીશ્રાવણ માસ બેસે એ પહેલા શ્રાવણનો માહોલ રચાય છે.

ગુજરાત

રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ, અધિક જિલ્લા મેજિ.નું જાહેરનામું

Published

on

By

શાપર અને મેટોડા જીઆઇડીસીમાં 500 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ: પ્રદૂષણ અટકાવવા માત્ર PESO અધિકૃત ફટાકડા જ વેચી શકાશે, ઓનલાઇન ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં

દીવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પ્રદુષણની વિપરીત અસરને પગલે સુપ્રિમ કોર્ટના હુકમોના પાલન માટે અને દીવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે આગ અને અકસ્માતોના બનાવો ન બને તેને ધ્યાને લઇ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


રાજકોટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચેતન ગાંધી દ્વારા જાહેરનામું બહાર પાડી તા.21 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી આ જાહેરનામાની અમલવારી રહેશે જેમાં સુપ્રિમ કોર્ટના ગાઇડલાઇન મુજબ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. સિરીઝમાં જોડાયેલા ફટાકડા એટલે કે, લુમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી આવા ફટાકડા ફોડી શકાશે નહીં. હાનીકારક પ્રદુષણ રોકવા માટે માત્ર પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પીઇએસઓ) અધિકૃત બનાવટ વાળા ફટાકડા ઉત્પાદન અને વેંચાણ કરી શકાશે. આ ઉપરાંત વિદેશી ફટાકડાની હાયત કરી શકાશે નહીં કે વેંચાણ કરી શકશે નહીં.


ઓનલાઇન વેબસાઇટ ફ્લિપકાર્ડ, એમેઝોન સહિતની કોઇપણ વેબસાઇટ ઉપરથી ઓનલાઇન ફટાકડા વેંચી શકાશે નહીં. નેશનલ હાઇવે પર આવેલા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને મેટોડા જીઆઇડીસી વિસ્તારની 500 મીટરની હદમાં અને જ્વલનશીલ પ્રદાર્થના સંગ્રહ સ્થળની 100 મીટરની હદમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાગવવામાં આવ્યો છે. જ્યારે ચાઇનીઝ તુક્કલ, આતાશબાઝી બલુનનું વેંચાણ કે ઉત્પાદન કરી શકાશે નહીં. આ ઉપરાંત જાહેર રસ્તાઓ ઉપર ફટાકડા ફોડવા કે કોઇ વ્યક્તિ ઉપર ફેકનાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષિણક સંસ્થાઓ, ન્યાયલાયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના વિસ્તારને સાયલન્ટ ઝોન હોવાથી કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામાનું ભંગ કરનાર વિરુદ્ધ કાયેદસરની કાર્યવાહી કરવામાં આવશે.

Continue Reading

ગુજરાત

મનપાના ફાયર વિભાગની 319 જગ્યાઓ માટે સીધી ભરતી થશે

Published

on

By

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં ભરતી ફરજિયાત કરવી પડે તેવો ઘાટ ઘડાયો છે. જેની સામે હાલ ફાયર વિભાગમાં સીએફઓની જગ્યા પણ ખાલી છે. અને સ્ટાફમાં પણ મોટી ઘટ હોવાથી સરકાર દ્વારા ફાયર વિભાગમાં અલગ અલગ કેટેગરીની જગ્યાઓ ભરવા માટેના આદેશ આપતા મનપાએ હવે 319 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાનો નિર્ણય લઈ તા. 24-10થી 7-11 સુધી ઓનલાઈન અરજી કરવા માટે અરજદારોને અનુરોધ કર્યો છે.


મહાનગરપાલિકાના ફાયર વિભાગની માઠી બેઠી હોય તેમ અગ્નિકાંડ બાદ ઉચ્ચ અધિકારીઓ જેલભેગા થઈ ગયા છે અને આ પદ ઉપર આવવા માટે નવા અધિકારી તૈયાર નથી. સાથો સાથ અગ્નિકાંડ બાદ પણ એક અધિકારી લાંચમાં પકડાઈ ગયા છે. જ્યારે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવેલ સીએફઓએ રાજકોટ આવવાનો નનૈયો ભણી લીધો છે. તેમજ સ્ટાફ પૂરતો ન હોવાથી સ્ટેશન ઓફિસરોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયાની વાતો કરવામાં આવેલ જેને અગ્નિકાંડ બાદ મંજુરી આપી દેવાયેલ છે.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ ફાયર વિભાગની ભરતીને મંજુરી અપાતા હવે મનપાએ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આગામી સમયમાં ફાયર ઇમરજન્સી સર્વિસીઝમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. જેમાં, ડીવિઝનલ ફાયર ઓફિસરની 4 જગ્યા, સ્ટેશન ઓફિસરની 5 જગ્યા, સબ ઓફિસરની 35 જગ્યા, ફાયર ઓપેરેટર (પુરૂૂષ)ની 247 જગ્યા એમ કુલ મળીને 319 જગ્યા માટે સીધી ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોએ તા:24/10/2024 થી 07/11/2024 સુધીમાં ઓનલાઇન માધ્યમથી વેબસાઇટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર અરજી કરવાની રહેશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, મનપાની સ્ટેન્ડીંગમાં તાજેતરમાં 500થી વધુ મહેકમ ફાયર વિભાગમાં ભરવામાં આવે તેવી ચર્ચા હાથ ધરી મંજુરી આપવામાં આવી હતી. તેવી જ રીતે છેવાડાના વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશનો બનાવવામાં આવનાર હોય સ્ટાફની વધુ જરૂરિયાત ઉભી થવાનું હોવાથી અને હાલની ઘટ પુરતી કરવા સહિતની ચર્ચા હાથ ધરવામાં આવેલ અને આ અનુસંધાને ફાયર વિભાગમાં 319 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Continue Reading

ગુજરાત

ધર્મ સ્થળો તોડશો તો અમારી પથારી ફરી જશે

Published

on

By

મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ સમક્ષ ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની રજૂઆત, મેરેથોન બેઠક યોજી મુદ્દાવાઈઝ ચર્ચા


ટ્રાફિક અને ગેરકાયદેસર બાંધકામો પ્રત્યે લાલ આંખ કરી કોર્ટ દ્વારા રોડ ઉપર આવતા ધાર્મિક સ્થળો પણ તોડી નાખવાની સૂચના અપાઈ હતી. જેના લીધે મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા નદીકાંઠા વિસ્તાર તેમજ શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને નડતરરૂપ ધાર્મિક સ્થાનોને નોટીસ આપવામાં આવી છે. જેના પગલે ભારે ઉહાપો બોલી ગયો છે.


આપ્રકરણમાં મોટી બબાલ ન થાય અને ધર્મ સ્થાનો સ્થળો તોડવાથી રાજકીય પક્ષોને તકલીફ ન પડે તે માટે આજે ધારાસભ્ય અને મનપાના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિસનર સાથે મીટીંગ યોજી મુખ્ય માર્ગો પરના જરૂર પડ્યે તો દબાણો તોડવા તેમજ શેરી ગલીઓના ધાર્મિક સ્થળો ન તોડશો નહીં તો અમારી પથારી ફરી જશે તેવી રજૂઆતની સાથો સાથ નવા પ્લાન તથા કમ્પ્લીશન સહિતના સામાન્ય કામો પણ અટકી ગયાની નારાજગી વ્યક્ત કરી નકારાત્મક વલણ છોડવા મનપાના સ્ટાફને ટકોર કરી હતી. અને આ મુદ્દે પણ ચર્ચા હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.


મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ધાર્મિક સ્થળો અને ગેરકાયદેસર બાંધકામોના ડિમોલેશન કરવા માટે એકસાથે 900થી વધુ નોટીસો ઈસ્યુકરવામાં આવી છે. અને નોટીસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આ બાંધકામોનું ડિમોલેશન કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. જેના લીધે શહેર ભાજપના પેટમાં ફાડ પડી છે. અને ધાર્મિક સ્થળો તુટે તો લોકો નારાજ થઈ જાય અને આ મારાજગી વહોરવી ન પડે તે માટે આજે ધારાસભ્ય તેમજ શહેર ભાજપ પ્રમુખ અને મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના પદાધિકારીઓનો કાફલો મ્યુનિસિપલ કમિશનર પાસે દોડી ગયો હતો.


બંધ બારણે યોજાયેલ મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવેલ જેની વિગત જાણકારોએ જણાવ્યા મુજબ ભાજપના ધારાસભ્ય અને પદાધિકારીઓએ મ્યુનિસિપ કમિશનરને ધર્મ સ્થળો તોડશો તો અમારી પથારી ફરી જશે તેમ કહ્યું હતું. અને સાથો સાથ જરૂર પડે તો મુખ્ય માર્ગો ઉપર નડતર રૂપ ધાર્મિક સ્થળો તોડવામાં આવે પરંતુ લોકોની ધાર્મિક લાગણી દૂભાતી હોય તેવા સોસાયટીઓને શેરીઓના ધાર્મિક સ્થળો તોડવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી અને સાથો સાથ લલુડી વોકળીના દબાણો અંગે પણ ધારાસભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવેલ બંધ બારણે યોજાયેલ મીટીંગમાં ભાજપના શાસકો દ્વારા આડકતરી રીતે ધાર્મિક સ્થળોનું ડિમોલેશન ન કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને ભારપૂર્વક સમજાવ્યા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

છતાં મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે ચર્ચા કરી જોઈ લેશું તે પ્રકારનો જવાબ આપ્યો હતો. આથી મેરેથોન મીટીંગ બાદ પણ શાસકપક્ષના સભ્યો અકળાયેલા જોવા મળ્યા હતાં અને પદાધિકારી વિભાગમાં ગયા બાદ મેયર ચેમ્બરમાં સ્ટેન્ડિગ ચેરમેન તથા શહેર ભાજપ દ્વારા મીટીંગ યાોજી બંધ બારણે ચર્ચા કરવામાં આવી હતી. જેના પડઘા આગામી દિવસોમાં જોવા મળે તેવું લાગી રહ્યું છે.

હેલ્મેટ અને ધાર્મિક સ્થળો મુદ્દે ભાજપ ભેરવાયું
શહેરના ગેરકાયદેસર બાંધકામો તેમજ ધાર્મિક સ્થળો દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા ટૂંક સમય દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. પરંતુ ધાર્મિક સ્થળો તોડવામાં આવે તો શહેરીજનોની નારાજગી વહોરવા ભાજપ તૈયાર નથી. અને આ મુદ્દે આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. સુત્રોના જણાવ્યા મુજબ રજૂઆત દરમિયાન એવુ પણ સંભળાયેલ કે, હાલમાં હેલ્મેટ પ્રકરણે પણ દોડતા કરી દીધા છે અને હવે ધાર્મિક સ્થળોનો ઈસ્યુ ઉભો થયો છે આથી ઝડપથી આ મુદ્દે ઘટતુ કરવામાં આવે આમ ધર્મિક સ્થળો અને હેલ્મેટ મુદ્દે શહેર ભાજપ ભેરવાઈ ગયું હોવાનું પણ ચર્ચા જાગી છે.

પદાધિકારીઓએ અલગથી ફરી મિટિંગ યોજી
રાજકોટ શહેરમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તેમજ ધાર્મિક સ્થળો દૂર કરવા માટે નોટીસો આપવામાં આવી છે. તેમજ થોડા સમય પહેલા એક ધાર્મિક સ્થળ હટાવતા મોટી બબાલ થઈ હતી. અને આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી દ્વાસા ઉચ્ચકક્ષાએ નોંધ લેવાઈ હોય તેમ આજે ધારાસભ્ય શહેર ભાજપપ્રમુખ તેમજ પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી ધાર્મિક સ્થળ ન હટાવવા પડે તે મુદ્દે ચર્ચા કરી હતી. છતાં મીટીંગમાં સંતોષકારક જવાબ ન મળ્યો હોય તેવું લાગ્યું હતું અને આ મુદ્દે મેયર ચેમ્બરમાં સ્ટેન્ડીંગ ચેરમેન સહિતનાએ બેઠક યોજી આગળના ક્યા પ્રકારના પગલા લેવા તે સહિતના મુદ્દે ચર્ચા થઈ હોવાનું જાણવા મળેલ છે.

રજૂઆત કે, ગર્ભિત ધમકી ?
રાજકોટ શહેરને રણીયામણુ અને સુંદર બનાવવા માટે પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા મહાનગરપાલિકાના સ્ટાફ સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. પરંતુ દબાણો હટાવવા સહિતના મુદદ્દે તંત્ર દ્વારા ક્યારેક પ્રજાને ન ગમતી કામગીરી પણ કરવામાં આવતી હોય છે. જેના થકી પ્રજાની જ મુશ્કેલીઓ દૂર થતી હોય છે. છતાં આ પ્રકારની કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપો થતાં હોવાનું પણ અનેક વખત બહાર આવ્યું છે. જેમાં આજે પણ આ પ્રકારની ઘટના બની હોય તેવું અમુક લોકોએ અનુભવ્યું હતું. ધાર્મિક સ્થળો દૂર કરવા સહિતના મુદ્દે શહેર ભાજપના આગેવાનો તેમજ શાસકપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવે અને અમારી પથારી ફરી જશે તેવા શબ્દોનો ઉપયોગ પણ થયાનું જાણકારો કહી રહ્યા છે. અને સાથો સાથ હાંઉ રાખજો તેવુ પણ બોલવામાં આવેલ આથી આજે ધાર્મિક સ્થળોના ડિમોલેશન મુદ્દે યોજાયેલ મીટિંગમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતની સાથો સાથ ગર્ભીત ધમકી અપાઈ હોય તેવી પણ ચર્ચા જાગી છે છતાં કાયમ માટે સત્તાધીશોના હુકમનું પાલન કરતા અધિકારીઓ આ મુદ્દે કેવુ વલણ અપનાવશે તે તરફ સૌની મીટ મંડાઈ છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય10 hours ago

‘ભારત-ચીનના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમે સરહદ કરારનું સ્વાગત કરીએ છીએ…’જિનપિંગ સાથે મુલાકાત પર PM મોદીનું નિવેદન

ગુજરાત11 hours ago

રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ, અધિક જિલ્લા મેજિ.નું જાહેરનામું

ગુજરાત11 hours ago

મનપાના ફાયર વિભાગની 319 જગ્યાઓ માટે સીધી ભરતી થશે

ગુજરાત11 hours ago

ધર્મ સ્થળો તોડશો તો અમારી પથારી ફરી જશે

આંતરરાષ્ટ્રીય11 hours ago

બાંગ્લાદેશમાં હવે રાષ્ટ્રપતિને હટાવવા હિંસક વિરોધ, પોલીસ પર પથ્થરમારો

ગુજરાત11 hours ago

મહાપાલિકાનું કારસ્તાન: સરદાર પટેલ સેવા ટ્રસ્ટના ગેરકાયદે બાંધકામને આપી ફાયર NOC

રાષ્ટ્રીય11 hours ago

SEBIનો અદાણીને ઝટકો, લિસ્ટિંગ નિયમોના ઉલ્લંઘન બાબતે નોટિસ

રાષ્ટ્રીય11 hours ago

યુપીની પેટા ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો મુખ્ય સંઘ હરિયાણા સ્ટાઇલથી મેદાનમાં ઉતરશે

ગુજરાત11 hours ago

પર્યાવરણ વિભાગે વધુ 56 વેપારીઓ પાસેથી 2.1 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ

રાષ્ટ્રીય11 hours ago

કોંગ્રેસ-105, ઉધ્ધવ-95 અને શરદ પવાર 84 બેઠકો પર લડશે

આંતરરાષ્ટ્રીય15 hours ago

McDonald બર્ગર ખાવાથી ફેલાયો આ ખતરનાખ વાયરસ, એકે જીવ ગુમાવ્યો-અનેક લોકો થયાં બીમાર

રાષ્ટ્રીય2 days ago

શેરબજારમાં સતત કડાકા, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો

આંતરરાષ્ટ્રીય2 days ago

સમજૂતી બાદ આર્મી ચીફનું પહેલું નિવેદન, જાણો ચીને શું કર્યું

આંતરરાષ્ટ્રીય1 day ago

અમેરિકાના સિએટલમાં ગોળીબાર, પાંચનાં મોત, કિશોરની ધરપકડ

ગુજરાત1 day ago

શહેરના 87 હોકર્સઝોન માટે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી બનાવાશે

ગુજરાત1 day ago

દંડ ભલે ભરવો પડે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશું: વધુ 53 પકડાયા

રાષ્ટ્રીય18 hours ago

ચેઈન સ્નેચિંગનો ચોંકાવનારો કિસ્સો!!! બાઈક સવાર 2 શખ્સોએ ચેઈન ન તૂટતા મહિલાને કેટલાય મીટર સુધી ઢસડી, જુઓ VIDEO

ગુજરાત1 day ago

સ્વામિનારાયણ મંદિર સામેનો બહુચર્ચિત રસ્તો ખૂલશે

ગુજરાત11 hours ago

OPS સહિતના પ્રશ્ર્નોનું દિવાળી પહેલાં નિરાકરણ લાવવા શિક્ષકો સરકારને ઘેરશે

ગુજરાત2 days ago

ભાવનગર કરણીસેનાના ઉપપ્રમુખે પદ્મિનીબા સાથેની તકરારમાં દવા પી લીધી

Trending