પોલીસે રીક્ષામાં બેઠેલા પેસેન્જરોને લૂંટી લેતી ગેંગના 5 આરોપી ઝડપી લીધા હતા. જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે ગત 14 ઓગષ્ટના રોજ 70 વર્ષીય વૃધ્ધા સવીતાબેન બચુભાઇ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી. વૃધ્ધા પોતે પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી જતા હોય ત્યારે રીક્ષામાં રહેલા અન્ય લોકો અને રીક્ષા ચાલકે સાથે મળીને જોરથી પકડી રાખી મુઢ ઇજાઓ કરી મોઢુ દબાવી હાથમા પહેરેલ એક સોનાની બંગળી આશરે એક તોલાની કિ.રૂૂ.80000/- ની બળજબરીથી કટરથી કાપી લૂંટ કરી હતી. જેની ફરિયાદ મળતા પોલીસે બનાવ સ્થળની આજુબાજુના તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ જોતા સી.એન.જી. રીક્ષા રજી. નંબરGJ-10-TZ-1803 હોવાનુ જણાઇ આવેલ હતુ. પોલીસની ટીમને બાતમી મળી કે સી.એન.જી. રીક્ષા રજી. નંબરGJ-10-TZ-1803 ની ખંભાળીયા બાયપાસ તરફથી લાલપુર ચોકડી થઇને જામનગર આવે છે અને રીક્ષામાં ચાર પુરૂૂષો અને એક મહીલા બેઠેલ છે. પોલીસની ટીમે આ સી.એન.જી. ઓટો રીક્ષા સાથે કુલ 5 આરોપીઓને ઝડપી લીધા હતા.
આ ગેંગના સભ્યો સાથે મળી ઓટો રીક્ષામાં એક ડ્રાઇવર તરીકે અને અન્ય પેસેન્જર તરીકે બેસી એકલા વ્યક્તિને પેસેન્જર તરીકે બેસાડી રીક્ષાની સીટમાં ગીરદી કરી પેસેન્જરની ધ્યાન બહાર અથવા પેસેન્જરને ધમકાવી ડરાવી સોનાના દાગીના તથા રૂૂપિયાની લૂંટ ચલાવાનો એમ.ઓ. ધરાવે છે. પોલીસે જામનગરના રીક્ષા ચાલક રૂૂપેશ જેરામ પરમાર અને તેના પત્નિ વિજુબેન રૂૂપેસ જેરામ પરમાર, આકાશ ચંદુ પરમાર, અને અમરેલીના રહેવાસી અજય ભીમા સોલંકી, સુરેશ લાલજી સોલંકીને ઝડપી લીધા છે.
તેની પાસેથી પોલીસે સોનાની બંગળી નંગ-1 કિ.રૂૂ.80000, સી.એન.જી. ઓટો રીક્ષા રજી. નંબરGJ-10-TZ-1803 કિમત રૂૂ.150,000 , મોબાઇલ ફોન નંગ-2 કિમત રૂૂ. 4000, નખ કટર કિમત રૂૂ.10 સહીત કુલ મુદામાલ કિંમત રૂૂ. 234010 સાથે ઝડપી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે પકડાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં આરોપી અજય ભીમા સોલંકી સામે અમદાવાદના વાસણા, ભાવનગરના સોનગઢ, નિલમબાગ, અમરેલીના રાજુલામાં 3, મોરબીના સીટીએ ડીવીઝનમાં એમ કુલ સાત ફરિયાદ નોંધાયેલ છે. જ્યારે આરોપી સુરેશ લાલજી સોલંકી સામે રાજુલામાં 2, મહુવા, નિલમબાગ અલગ-અલગ પોલીસ મથકેમાં ચાર ગુના નોંધાયેલા છે. આરોપી આકાશ ચંદુભાઇ પરમાર સામે જામનગર એક ગુનો નોંધાયેલો છે.
