મુંબઇના ભીવંડીના પટણી ટાન્સપોર્ટમાંથી પાર્સલ આવ્યા હતા, 72 દારૂની બોટલ અને 1368 બિયર ટીન મળ્યાં
ટ્રકના ચાલક ચોટીલાની પરમાર શેરીમાં રહેતા અબજલ મહેબુબભાઈ હાલાની પુછપરછ કરતા મુંબઈના ભીવંડીમાં આવેલ પટણી ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ ભરી નીકળ્યા હતા. સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના અજયસિંહ, કુલદીપભાઈ, વજાભાઈ સહિતનાઓ ચોટીલા હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
ત્યારે જોલી એન્જોય હોટલ પાસે એક ટ્રક શંકાસ્પદ લાગતા તપાસ કરાઈ હતી. જેમાં ટ્રકમાંથી વિદેશી-દારૂૂ બીયર મળી આવ્યા હતા.
ટ્રકના ચાલક ચોટીલાની પરમાર શેરીમાં રહેતા અબજલ મહેબુબભાઈ હાલાની પુછપરછ કરતા મુંબઈના ભીવંડીમાં આવેલ પટણી ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ ભરી નીકળ્યા હતા. પોલીસે દારૂૂની 72 બોટલ અને બીયરના 1368 ટીન કિંમત રૂૂપીયા 3,71,520, રૂૂપીયા 10 લાખની ટ્રક, રૂૂપીયા 5 હજારનો મોબાઈલ સહિત રૂૂપીયા 13,76,000નો મુદ્દામાલ કબજે કરી અબજલ હાલા અને દારૂૂ ભરી આપનાર બન્ને સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમના દશરથભાઈ, યશપાલસિંહ સહિતનાઓને બજાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમીયાન વિરમગામથી સામખીયાળી તરફ સફેદ પીકઅપમાં વિદેશી દારૂૂ જનાર હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે મોટી મજેઠી ચેકપોસ્ટ પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી પીકઅપ આવતા તેને રોકી તપાસ કરાતા તેમાં રસ્સાના રોલની આડમાં વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.
પોલીસે ચાલક રાજસ્થાનના રાકેશ ભાખરારામ ગરૂૂની પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે, સુનીલ બીશ્નોઈ નામના શખ્સે આ દારૂૂ ભરેલ વાહન આપ્યુ હતુ. અને સામખીયાળી જઈ તે કહે તેને આપવાનું હતુ. પોલીસે દારૂૂના 1632 ચપલા કિંમત રૂૂપીયા 5,52,000, 2 લાખની પીકઅપ વાન, રૂૂપીયા 5 હજારનો મોબાઈલ ફોન સહિત રૂૂપીયા 7.58 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. અને ઝડપાયેલ ચાલક રાકેશ ગરૂૂ, દારૂૂ આપનાર સુનીલ બીશ્નોઈ, વાહન માલીક અને દારૂૂ મંગાવનાર સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઉપરાંત લખતર પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમીયાન તલવણી ગામે રહેતો વીકી સાગરભાઈ ચોવસીયા ગામના તળાવ પાસે બાવળના ઝુંડમાં વિદેશી દારૂૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂૂની નાની-મોટી 156 બોટલ કિંમત રૂૂપીયા 60,225નો મુદ્દામાલ જપ્ત કરી લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આદરી છે.
બીજી તરફ ધ્રાંગધ્રા રેલવે કોલોનીના કવાર્ટરમાં રહેતા એકસ લોકો પાયલોટ મહેશ કલાકારનું કવાર્ટર ખાલી કરાવતા સમયે એ ડીવીઝન પોલીસ બંદોબસ્તમાં હતી. ત્યારે કવાર્ટરના કબાટમાંથી વિદેશી દારૂૂની 2 અડધી ભરેલ બોટલો મળી આવી હતી. આથી રૂૂપીયા 200નો દારૂૂ જપ્ત કરીને મહેશ કલાકાર સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અને બીજી તરફ સુરેન્દ્રનગરના રૂૂપાળીબાના મંદિર પાસેથી મુળચંદ ગામની શાળા પાસે રહેતો મહેશ રમેશભાઈ સાપરા વિદેશી દારૂૂની 5 બોટલ કિંમત રૂૂપીયા 7500 સાથે પકડાયો હતો.
