રાજકોટ શહેરના પોપટપરા મેઈન રોડ પર આજે પૈસાની લેતી દેતી મામલે બે શીખ પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં બે મહિલા સહિત પાંચ લોકો ઘવાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અંગે પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂૂ કરાઇ છે. વધુ વિગતો મુજબ, પોપટપરામાં રહેતા તનુબેન મંજિતસિંગ(ઉ.25), તેમના પિતા મંજિતસિંગ(ઉ.55), ભાઈ આકાશસિંગ(ઉ.29) અને ભાભી ભગવતકૌર આકાશસિંગ(ઉ.27)ને રવિન્દ્રસિંગ,પ્રદીપસિંગ અને ઇટવાસિંગ સહિતનાએ પાઇપ વડે મારમારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં આકાશસિંગ દતમંજન વેચે છે.
એક વર્ષ પહેલાં રવિન્દ્રએ તનુંબેનની પજવણી કરી હતી અને તે સમયે મારમારતા તેમને હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું.આ ઘટનામાં આકાશસિંગના ખિસ્સામાં રહેલા 30 હજાર આરોપીઓ લઇ ગયાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે સામાં પક્ષે બલજીતબેન સરપાલણસિંહ રાઠોડ(ઉ.70) અને તેમનો પુત્ર રવિન્દ્રને આકાશ સિંગ,શાનું અને અણમોલે પાઇપ વડે બેફામ મારમાર્યો હતો.આ ઘટનામાં જાણવા મળ્યું કે રવિન્દ્ર ચશ્માં વેચે છે.અગાઉ બંને પક્ષે વચ્ચે પૈસા મામલે ઝઘડો થયો હતો.આ ઘટનામાં પ્ર. નગર પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.
