વેરાવળમાં 10 હજારની લાંચ લેતા ફિશરીજ વિભાગનો વચેટિયો ઝબ્બે

વેરાવળમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એ કડક કાર્યવાહી હાથ ધરી ફરી એકવાર સાબિત કર્યું છે કે લાંચિયા તત્વો હવે બચી શકવાના નથી. તા.18 માર્ચ…

વેરાવળમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એ કડક કાર્યવાહી હાથ ધરી ફરી એકવાર સાબિત કર્યું છે કે લાંચિયા તત્વો હવે બચી શકવાના નથી. તા.18 માર્ચ 2026 ના ગોઠવાયેલી સફળ ટ્રેપ દરમિયાન રૂૂા.10 હજાર રૂૂપિયાની લાંચ લેતા વચેટીયો રંગેહાથ ઝડપાયા ફિશરીઝ વિભાગ માં ભારે ખળભળાટ મચી ગયો છે.આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ ના તાલાલા રોડ વિસ્તારના રહેવાસી ફરીયાદીએ એસ સી બી સમક્ષ અરજી કરી હતી કે તેની પત્નીના નામે રહેલી મચ્છી વેચવાનું લાયસન્સ પોતાના નામે ફેરવવા માટે ફિશરીઝ કચેરી માં અધિકારી વતી રૂૂા.10 હજાર રૂૂપિયાની લાંચ માંગવામાં આવી રહી હતી.

ફરીયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી એસીબી કચેરી નો સંપર્ક કર્યો અને ત્યારબાદ સુચિત રીતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ભીડીયા સર્કલ, બંદર રોડ, વેરાવળ ખાતે ગોઠવાયેલ છટકા દરમિયાન આરોપી વચેટીયા એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂૂા.10 હજાર ની લાંચ સ્વીકારી લેતા જ એસીબી ની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. લાંચની સંપૂર્ણ રકમ પણ કબજે લેવામાં આવી છે. આ ઓપરેશનમાં ટ્રેપીંગ અધિકારી તરીકે અમરેલી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ચૌધરી સહિતની ટીમે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી, જ્યારે સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ભાવનગર એસીબી એકમના મદદનીશ નિયામક એસ.એન.બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજકોટ એસીબી ના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ કામગીરી પાર પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *