ભાવનગરમાં અશાંતધારા મંજૂરીમાં પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા તોડ

ભાવનગર શહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ…

ભાવનગર શહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ મિલકતના તબદીલી સોદામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (જઉખ)ના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનો અને તેમાંમાંથી 10 લાખ રૂૂપિયા લેવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે ઓડિયો ક્લિપ અને સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ શહેરના હરિયાળા પ્લોટ વિસ્તારમાં પ્લોટ નંબર 21/બી ખાતે આવેલી આશરે 1250.80 ચોરસ મીટર વિસ્તારની મિલકત, જેમાં 8 કોમર્શિયલ દુકાનોનો સમાવેશ થાય છે, તે હિન્દુ માલિક પાસેથી મુસ્લિમ ખરીદદારે લેવા માટે પ્રક્રિયા ચાલી રહી હતી. અશાંતધારા હેઠળ આવા સોદા માટે સીટી મામલતદાર અને પોલીસ અધિક્ષક નો અભિપ્રાય ફરજિયાત હોય છે. આ કેસમાં બંને વિભાગોએ કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ નકારાત્મક રિપોર્ટ આપ્યો હતો. તેમ છતાં ગત 20 જાન્યુઆરીના રોજ જઉખ દ્વારા મિલકત તબદીલીને મંજૂરી આપવામાં આવતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. આરોપ છે કે મંજૂરી અપાવવા માટે જઉખના મોમીન નામના ડ્રાઈવર દ્વારા રૂૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. વાયરલ થયેલા વોટ્સએપ ચેટ, ઓડિયો અને સીસીટીવી ફૂટેજમાં ડ્રાઈવર નાણાં લેતો દેખાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ મામલો જાહેર થતાં જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે, ફૂટેજ અને ઓડિયો આધારે પ્રાથમિક રીતે ડ્રાઈવર દ્વારા રૂૂપિયા લેવામાં આવ્યા હોવાનું જણાય છે. તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરાશે. વધુમાં, તપાસ દરમિયાન અન્ય કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવે અશાંતધારા હેઠળ થતા મિલકત સોદાઓમાં પારદર્શિતાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *