પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર ચામુડ માતાજીનાં નીજ મંદિર ખાતે હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં સવારે શુભ ચોઘડીયે મહંત પરિવાર દ્વારા શાસ્ત્રોકત રીતે કળશ ઝવેરા ઘટ સ્થાપના સાથે શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયેલ હતો
ચોટીલા પ્રથમ નોરતાની પરોઢે પ્રથમ આરતી અને ચામુંડા માતાજીના દર્શનનો લાભ લેવા તળેટી બજારમાં હજારોની સંખ્યામાં ભાવિકો પોહચી ગયા હતા તળેટીમાં જાણે મધ્ય રાત્રીનાં સૂરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.
ભાવિકો માટે ડુંગર પગથિયાનાં દ્વાર મધરાત્રીના 3:30 કલાકે ખોલવામાં આવેલ ડુંગર નીજ મંદિર ખાતે પ્રથમ નોરતે પરોઢની આરતી સવારે ચાર કલાકે થયેલ હતી આ સમયે પ્રથમ નોરતે માતાજીનાં દર્શન કરી હજારો એ ધન્યતા અનુભવી હતી સવારે શુભ મૂર્હતનાં કળશ ઝવેરા ઘટ સ્થાપના મહંત પરિવારના હસ્તે કરી શારદીય નવરાત્રી પ્રારંભ કરાયો હતો જય માતાજીના નાદ થી ગર્ભગૃહ અને મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું.માઈભક્તોએ ઘટ સ્થાપનાનો લ્હાવો લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
પ્રથમ નોરતાનાં દિવસે હજારો લોકો કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચોટીલા પહોચી ગયા હતા વહેલી સવારનાં પદયાત્રા સાથે માતાજીનો રથ અને ધજાઓ સાથે ડીજેના તાલે ગરબા ગાતા ચામુંડા ધામ પધાર્યા હતા. આજથી ચામુંડા માતાજીના અનુષ્ઠાનનો શુભારંભ થયો હતો હજારો માઈ ભક્તો શક્તિની ઉપાસના સાથે આરાધનાનો પ્રારંભ કરેલ છે.
નવરાત્રીના નવ દિવસ સુધી ભાવિકોની ભીડ ચોટીલા ખાતે ઉમટશે અને લાખો લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભૂતી અનુભવશે. વહેલી પરોઢનાં ભાવિકોને તળીટી બજારમાં કચરાઓ વચ્ચે ચાલીને પસાર થવુ પડેલ હોવાનું નજરે પડતું હતું આવા પવિત્ર દિવસોમાં રાત્રી ના જ તળેટી બજારની સફાઇ થાય તે માટે તંત્ર એ આયોજન હાથ ધરવું જોઇએ તેવો સૂર માઈભક્તોમાં ઊઠ્યો હતો.
તસવીર: પ્રથમ નવરાત્રીના માતાજીને કરાયેલ પ્રથમ દિવ્ય શણગાર, ડુંગર મદિર ખાતે મહંત પરિવાર દ્વારા કરાયેલ કળશ ઝવેરા ઘટ સ્થાપના મધરાતે તળેટી બજારમાં ઉમટેલ માઈ ભક્તોનો પ્રવાહ, વહેલી સવારે માતાજીના રથ અને બાવન ગજ ની ધજા સાથે આવેલા પદયાત્રી સંઘો.
