જામનગર નજીક વિભારમાં આવેલા કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ છેલ્લા 17 વર્ષ થી આ ભગીરથ કાર્ય અવિરત પણે સુપેરે પાર પાડે છે, અને આ વખતે પણ વિભાપર ગામમાં સંઘ ના વિચારો થી ચાલતી વિદ્યાભારતી ની શ્રી સરસ્વતી શિશુમંદિર ના સયુક્ત ઉપક્રમે અને બંને સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા સત્કાર્યો ના લાભાર્થે ફટાકડા ના વેચાણ કેન્દ્ર નું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર વિભાપર ગામ ના ઉદ્યોગકારો- ખેડૂતો- સહિતના 250 થી વધુ કાર્યકરો ગાયો માટેની સેવાયજ્ઞમાં ઉત્સાહ ભેર પ્રતિ વર્ષ ની જેમ આ વખતે પણ જોડાયા છે. આર્થિક રીતે સમૃધ્ધ એવા ટ્રસ્ટના હોદ્દેદારો પણ શ્રમિક જેવી સેવા આપે છે. ઉપરાંત ગ્રાહકો માટે ચા-પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા સ્વખર્ચે જ કરવામાં આવે છે. એટલે કે આ સમગ્ર આયોજન સત્કાર- લાભ અને સેવાનો ત્રિવેણી સંગમ પણ બની રહે છે.
ગૌશાળાના લાભાર્થે ફટાકડા સ્ટોલ ના આયોજન માટે ગૌશાળા ના ટ્રસ્ટી અને વ્યવસ્થાપક એવા ઉપરાંત આ ભગીરથ કાર્ય ના પ્રણેતા અને આ કાર્ય ના મુખ્ય સંચાલક એવા નવનીતભાઈ પણસારા (ગોલ્ડસ્ટાર બેટરી વાળા), ભરતભાઇ મોલિયા, પ્રવીણભાઈ મોલીયા, સંજય ભાઈ પણસારા, વિનુભાઇ દોમડીયા, નીતિનભાઈ દોમડીયા, નિલેશભાઈ દોમડીયા સહિતના સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
આ વર્ષે સરસ્વતી શિશુ મંદિર વતી મહેશભાઈ સોજીત્રા, હર્ષદભાઈ પણસારા, અરવિંદભાઈ પણસારા, દિનેશભાઇ સંઘાણી, કેતનભાઈ બોરસદીયા, નીતિનભાઈ ઢોલરીયા, ભાણજીભાઈ પાંભર, દીપકભાઈ ભંડેરી વગેરે મિત્રો પણ આ સેવા યજ્ઞમાં જોડાયા છે.
1. આ વર્ષે સતત 17 મા વર્ષે પણ આ પરંપરા આગળ વધારવામાં આવી છે. 2. દરેક પ્રકારના ફટાકડા ના વિશાળ સેલ નું આયોજન કરવામાં આવ્યું છે. 3. માત્ર 6 રૂૂપિયાથી માંડીને 25,000 રૂૂપિયા ની કિંમતના પ્રતિ નંગ લેખે લગભગ 350 થી વધુ વેરાયટી ના ફટાકડા. (સમાજ ના દરેક વર્ગ ને પોસાય તેમ ) 4. સેલમાં દરેક પ્રકારના ફટાકડા ના પેકીંગ ઉપર તેની કિંમત અંકિત હોવાથી ગ્રાહકોને ભાવતાલ કરવાની કોઈ પણ પ્રકારની ઝંઝટ રહેતી નથી, અને સ્વયં શિસ્ત ના માપદંડથી સુચારુ રૂૂપે લોકો સેવાના ભાવથી આ સેવાયજ્ઞમાં જોડાઈને ફટાકડા ની ખરીદી કરે છે.
5. દર વર્ષે જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ રિલાયન્સ તથા એસ્સાર જેવી કોર્પોરેટ કંપનીઓની ટાઉશિપમાં રહેતા કર્મચારીઓ મળી ને આ ફટાકડાના સેલમાં અંદાજે રોજ ના પાંચ હજારથી વધુ લોકો આવીને ફટાકડા ની ખરીદી કરે છે, અને આ સેવાયજ્ઞમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સહભાગી બને છે. 6. સેલ માં કુલ 20 બિલીંગ કાઉન્ટર કાર્યરત કરાયા છે, જેમાં 200 થી વધુ સ્વયંસેવકોની ટીમ સમગ્ર પ્રક્રિયા સંભાળે છે.
કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ અને શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય દ્વારા આયોજિત આ ફટાકડાના મહા સેલમાં જામનગર શહેર અને આસપાસની જનતાને હાજર રહી આ સેવા યજ્ઞમાં સહભાગી થવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.
