સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિ નારાયણ મંદિરના બાથરૂૂમમાંથી બે યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. પ્રાથમિક તપાસમાં ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરીના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂૂમમાંથી મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આ રહસ્યમય બનાવની તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ સુરતના ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે તપાસ કરતા સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરીની શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ આકસ્મિક મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યે બંને કોલેજ જવા માટે નીકળી હતી. તેમનો કોલેજથી પાછા આવવાનો સમય બપોરે 12:30 વાગ્યાનો હતો, પણ તેઓ ન આવી. 1:30 વાગ્યા પછી બધાએ તેમને ફોન કરવાના શરૂૂ કર્યા, પણ કોઈનો ફોન તેઓ ઉપાડતી નહોતી. ન તો કોઈ મેસેજનો જવાબ આપ્યો.
ત્યારબાદ અમે 3 વાગ્યે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) કરી. અમે અમારી રીતે પણ શોધખોળ શરૂૂ કરી અને લોકેશન ટ્રેસ કર્યું તો સ્વામિનારાયણ મંદિર પાસેનું લોકેશન બતાવ્યું. ત્યાં જઈને જોયું તો તેમની ગાડી મળી આવી.અમે આખું મંદિર તપાસ્યું પણ કઈ મળ્યું નહીં. એક બાથરૂૂમની લાઈટ ચાલુ હતી એટલે અમને શંકા ગઈ. બાથરૂૂમ અંદરથી બંધ હતું એટલે અમે દરવાજો તોડીને જોયું તો બંને યુવતીઓ ત્યાં પડેલી હતી.
અમે ગભરાઈ ગયા હતા અને તરત જ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પણ ત્યાં તેમણે ના પાડી દીધી. પછી સિવિલ હોસ્પિટલ લાવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી.સીસીટીવી કેમેરા બહાર છે, પણ બાથરૂૂમની અંદર નથી. તેઓ પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી સાથે જ ભણી છે. કોલેજમાં જ બંને અલગ થઈ હતી. તેઓ બાળપણની બહેનપણીઓ હતી.
ડીંડોલી પોલીસની ટીમ ઘટના સ્થળના સીસીટીવી કેમેરા પણ તપાસ્યા છે. હાલ પોલીસે બંને યુવતીઓના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. આ મોત આકસ્મિક છે, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. મંદિર જેવા પવિત્ર પરિસરમાં બે યુવાન દીકરીઓના રહસ્યમય મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.
