નાગપુરમાં એક એલ્યુમિનિયમ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. નાગપુર જિલ્લામાં એક એલ્યુમિનિયમ ફેક્ટરીમાં અચાનક આગ લાગી ગઈ. આ આગમાં 9 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, બે અન્ય લોકોના પણ મોત થયા. 4 ઘાયલોની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે થયો હતો. ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કેટલાક કિલોમીટર સુધી સંભળાયો હતો. પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું શરૂૂ કર્યું હતું. ઘણા કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે