રેલનગરમાં ટાઉનશિપના છઠ્ઠા માળે ફ્લેેટમાં આગ

બ્રાહ્મણ પરિવાર 14 દિવસથી હરિદ્વાર જાત્રાએ ગયો હતો, ગઇકાલે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી ધુમાડા નીકળતા હતા ફાયરબ્રિગેડે હાઇડ્રોલિક મશીનથી 25 મિનિટ સુધી પાણીનો મારો…

બ્રાહ્મણ પરિવાર 14 દિવસથી હરિદ્વાર જાત્રાએ ગયો હતો, ગઇકાલે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી ધુમાડા નીકળતા હતા

ફાયરબ્રિગેડે હાઇડ્રોલિક મશીનથી 25 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી

શહેરના રેલનગરમાં મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે રહેતા બ્રાહ્મણ પરિવારના ઘરમાં આગ લાગતાં મોટી નુકસાની છે. 14 દિવસથી આ પરિવારના સદસ્યો હરિદ્વાર જાત્રાએ ગયા હતાં. ગત મોડી રાતે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી પાડા નીકળતાં હોઈ તુરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગડની ટીમે પહોંચીને તપાસ કરતાં ઘરમાં આગ લાગી હોવાનું જણાતાં ફાયર હાઈડ્રોલીક સિસ્ટમની મદદથી અને પાણીનો મારો ચલાવી પચ્ચીસેક મિનીટની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.આ આગથી મોટી નુકસાની થયાનું જાણવા મળ્યું છે.

વધુ વિગતો મુજબ, રેલનગર કર્ણાવતી સ્કૂલ પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે બ્લોક નં. બી-608માં રહેતાં ગમનભાઈ રતિલાલ દવે (ઉ.વ.78) તેમના પરિવારજનો સાથે રહે છે. ચૌદ દિવસ પહેલા ગમનલાલ દવે અને પરિવારના સદસ્યો ઘરને તાળા મારી હરિદ્વારની જાત્રાએ ગયા હતાં. ગત રાતે સાડા અગીયારેક વાગ્યે તેઓ પરત આવ્યા અને ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી ધૂમાડા નીકળતાં હોઈ આગ લાગ્યાનું જણાતાં 112માં જાણ કરતો ત્યાંથી રાજકોટ ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો.

ફ્લયર બ્રિગેડ ટીમના રાજેન્દ્રસિંહ, લાલજી મેર, રસિક થોરીયા, યશપાલસિંહ, પૃથ્વીરાજસિંહ, મયુર ઝરીયા સહિતના સ્ટાફે તુરત પહોંચી છઠ્ઠ માળે લાગેલી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂૂ કરી હતી અને પચ્ચીસેક મિનીટ બાદ આગ સંપુર્ણ કાબુમાં લીધી હતી. ઘરધણી ગમનભાઈ દવેના કહેવા મુજબ આગ શોર્ટ સરકીટથી લાગી હોવાની શક્યતા છે. બીજા રહેવાસીઓના કહેવા મુજબ બે દિવસ પહેલા લાઈનમાં ધડાકા થયા હતાં. આ પછી અમારા થરમાં ડીસી સ્વીચમાં સ્પાર્ક થવાને કારણે તણખા નીકળ્યા હોઈ કદાચ તેના કારણે આગ લાગી હશે. આ આગમાં ઘરવખરી, શેટી, ગાદલા ગોદડા એમ બધુ જ બળી ગયું હોઈ મોટી નુકસાની થઈ છે. પરિવા રજનો ચૌદ દિવસથી હરિદ્વાર હતા ગત રાતે પરત આવ્યા ત્યારે જ આગ ભભુકી ઉઠતાં બીજા રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં.સદ્દનસિબે કોઈ જાનહાની થઇ નથી. તેમ ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *