શાપર વેરાવળમાં કારખાનામાં આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળી

આગ ઉપર કાબૂ મેળવવા શાપર,રાજકોટ અને ગોંડલથી ફાયર ફાઈટરની ટીમ કામે લાગી શાપર વેરાવળ વિસ્તારમાં શાંતિધામથી રીબડા ઇન્ડસ્ટ્રી ઝોન તરફ જતાં માર્ગ પર આવેલી માધવ…

આગ ઉપર કાબૂ મેળવવા શાપર,રાજકોટ અને ગોંડલથી ફાયર ફાઈટરની ટીમ કામે લાગી

શાપર વેરાવળ વિસ્તારમાં શાંતિધામથી રીબડા ઇન્ડસ્ટ્રી ઝોન તરફ જતાં માર્ગ પર આવેલી માધવ પોલીમર્સ કંપનીની અંદર આજે વહેલી સવારે મોટી આગ લાગી હતી. સવારે લગભગ 6:30 વાગ્યે આગ ભભૂકી ઊઠતા તરત જ ફાયર ફાઈટરને જાણ કરાઈ હતી.

રાજકોટ ફાયર ફાઇટર સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ આગનું સ્વરૂૂપ વિકરાળ હોવાનું જણાતા બાદ ગોંડલ ફાયર ફાઈટર તથા શાપર વેરાવળ ફાયર ફાઈટર ટીમને પણ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. કુલ ચાર ફાયર ફાઈટર ટીમોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવ કામગીરી શરૂૂ કરી છે. આ વિકરાળ આગના કારણે કારખાનાની અંદર રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે.

હાલ સુધી આગ લાગવાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ કરોડો રૂૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે કંપનીની અંદર ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવાને કારણે આગ બુઝાવ કામગીરીમાં ફાયર ફાઈટરને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ વધુ માહિતી મેળવી હતી. પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ ચાલુ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *