શહેરના યાજ્ઞનીક રોડ ઉપર જિલ્લા પંચાયત ચોક પાસે આવેલી યસ બેંકમાં રાત્રે 11:35 વાગ્યાના આસપાસ આગ ભભૂકી હતી. આગની જ્વાળા દુર સુધી દેખાઈ હતી જેના કારણે યાજ્ઞનીક રોડ અને રેસકોર્સ માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે યાજ્ઞિક રોડનો એક તરફનો રસ્તો બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો.બેંકના આગળના ભાગે આગ ઓલવ્યા બાદ ફરી અંદરના ભાગે આગ દેખાતા ફાયર વિભાગ દ્વારા ત્યાં પણ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.
શહેરના યાજ્ઞનીક રોડ ઉપર જિલ્લા પંચાયત ચોક ખાતે બિલ્ડિંગના પહેલા માળે આવેલ યસ બેંકમાં ગઈ કાલે રાતે 11.35 વાગ્યા આસપાસ આગ લાગી હતી. જે બાદ ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાના કારણે વધુ ગરમ થવાથી બેંકની બારીના કાચ ફૂટી નીચે રોડ પર ફૂટી રહ્યા હતા. આગ લાગવાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ ટ્રાફિક કિલયર કરાવતા ત્રણ જેટલા ફાયર ફાઈટરની મદદથી આગ પર પાણી મારો ચલાવી કાબૂ મેળવવા પ્રયાસ શરૂૂ કરવામાં આવ્યા હતા.પ્રથમ બેંકના આગળના ભાગમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે થોડી મિનિટો બાદ ફરી આગ શરૂૂ થતા બાદમાં કટરની મદદથી બેંકનું શટર લોક તોડી બેંકમાં અંદર પ્રવેશ કરી અંદરની બાજુથી પણ પાણીનો મારો ચલાવી.
આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાના કારણે બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.આગ લાગવાની જાણ બેંકના અધિકારીઓને પણ કરવામાં આવતા રાત્રિ દરમિયાન અધિકારીઓ પણ બેંક ખાતે દોડી આવ્યા હતા અને હેડ ઓફિસ ખાતે અકસ્માતની જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસના પીઆઇ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં.
