રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ મોદી સરકારની ઓળખ: જગદીશ વિશ્ર્વકર્મા
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ પ્રસ્તુત કરેલા નાણાકીય વર્ષ 2026-27 ના બજેટ સંદર્ભે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રિફોર્મ,પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ ‘મોદી સરકારની‘ ઓળખ રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતની રીફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું તેમજ ‘વિકસિત ભારત 2047‘ ની બ્લુ પ્રિન્ટ અને આગામી 25 વર્ષના રોડમેપને પ્રતિબિંબિત કરતું રૂૂ. 53.5 લાખ કરોડનું સર્વસ્પર્શી, સર્વ સમાવેશી અને યુવાશક્તિ ડ્રિવન બજેટ આપવા માટે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણજીને ગુજરાત ભાજપા પરિવાર વતી જગદીશભાઈ વિશ્વકર્માએ અભિનંદન પાઠવ્યા હતાં.
જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, શ્રીમતી નિર્મલા સીતારમણજીનું 9 મું બજેટ એ કર્તવ્ય ભવનમાં પ્રસ્તુત થયેલ પ્રથમ બજેટ છે. આ બજેટ ત્રણ કર્તવ્યો દેશના આર્થિક વિકાસને ઉત્તેજન, નાગરિકોની આશા આકાંક્ષાઓની પૂર્ણતા અને સૌના સાથ, સૌના વિકાસના ભાવ સાથે વિકાસના લાભો સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવાના સ્તંભ પર આધારિત છે. આ બજેટ દેશની યુવાશક્તિ, નારીશક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિ ને કેન્દ્રમાં રાખતું બજેટ છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રૂૂ. 53.5 લાખ કરોડના આ બજેટમાંમહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર,લોજીસ્ટિક અને કનેક્ટિવિટી, સંસ્કૃતિ, પર્યટન અને વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્ર,પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સંરક્ષણ, સ્પોર્ટ્સ, ખજખઊ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, અઈં નો સકારાત્મક ઉપયોગ સહિત દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂૂરિયાતોને ધ્યાનમાં લઈ જરૂૂરી તમામ વિષયો પર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
જગદીશભાઇ વિશ્વકર્માએ ગુજરાત સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત એક પ્રકારે ખજખઊ ઉદ્યોગોનું હબ છે. બજેટમાં ખજખઊ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે થયેલી જાહેરાતો અને ટેક્સટાઈલ ક્ષેત્રે છ યોજનાઓના લાભથી ગુજરાતના ઉદ્યોગો બુસ્ટ અપ થશે જેનાથી રોજગારની નવી તકો સર્જાશે.
5 લાખથી વધુ વસ્તી ધરાવતા ટીયર 2 અને 3 શહેરોને સિટી ઇકોનોમિક રીઝન બનાવવાની જાહેરાતથી રાજયના આ કેટેગરીમાં આવતા શહેરોનો વિકાસને વેગ મળશે. ગુજરાતમાં સ્થિત લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થાનોના વિકાસની જોગવાઈ, પૂર્વ ભારતના દાનકુની થી સુરત સુધીનો ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર, જામનગરમાં સ્થિત ઠઇંઘ ના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય સહિતની બાબતો ગુજરાત માટે મહત્વપુર્ણ છે. મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર થયેલા પ્રોત્સાહનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે. 20 વર્ષ સુધી ટેક્સ હોલીડે લંબાવવામાં આવ્યો છે જેના પરિણામે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને મોટી માત્રામાં રોજગારીની તકો સર્જાશે.
આ પ્રેસવાર્તામાં પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશના મુખ્ય પ્રવકતા ડો.અનિલભાઇ પટેલ, કેન્દ્રિય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ જૈનિકભાઇ વકિલ ઉપસ્થિત રહ્યા હતા.
