શહેરના માધાપર વિસ્તારમાં આવેલા એક તબેલા માં પીસીબીની ટીમે દરોડો પાડીને દેશી બનાવટની પિસ્તોલ તથા 16 જીવતા કારતૂસ સાથે ફાયનાન્સરની ધરપકડ કરી છે. અવસાન પામેલ પોતાના ભાઈની યાદગીરીમાં તબેલામાં 23 મહિનાથી હથિયાર છુપાવેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પીસીબીની ટીમના હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને વાલજીભાઈ જાડાને બાતમી મળી હતી કે, માધાપર જીઆઇડીસીમાં ડી.સી. ઇન્ડસ્ટ્રિયલ એરિયાના ઘોડા અને ગાયોના તબેલામાં હથિયાર છુપાવેલું છે, આ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી જામનગર રોડ પર પરાશર પાર્કમાં રહેતા વિજય વલકુભાઈ બોરીચા (ઉં.વ.30) નામના ફાઇનાન્સરને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂૂ.50,000ની કિંમતની દેશી પિસ્તોલ અને રૂૂ.1,600ની કિંમતના 16 જીવતા કારતૂસ મળીને કુલ રૂૂ.51,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પીસીબીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વિજય બોરીચાએ આપેલી કૈફિયત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આરોપીએ કબૂલાત કરી હતી કે આ પિસ્તોલ તેનો મૃતક ભાઈ બિહારથી લાવ્યો હતો અને છેલ્લા 23 મહિનાથી તેણે પોતાના મૃતક ભાઈની ’યાદગીરી’ તરીકે આ હથિયાર સાચવી રાખ્યું હતું. જોકે, પોલીસે આ હથિયાર સાચવવા પાછળનો અસલ ઈરાદો શું હતો અથવા તેનો ઉપયોગ કોઈ ગંભીર ગુના માટે થવાનો હતો કે કેમ, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે. આરોપી વિજય બોરીચા શેઠનગર વિસ્તારમાં ઓફિસ ધરાવે છે અને વાહન સીઝિંગ તેમજ ખાનગી ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સામાન્ય રીતે રિકવરી અને સીઝિંગના કામમાં ધાક-ધમકી કે દાદાગીરી કરવા માટે હથિયારનો ઉપયોગ થતો હોય છે, જેથી પોલીસ તે દિશામાં પણ તપાસ ચલાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આરોપી વિજય બોરીચાનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે તેની સામે વર્ષ 2016માં ગાંધીગ્રામ પોલીસ મથકમાં પ્રોહિબિશન અને વર્ષ 2019માં જી.પી. એક્ટ કલમ-142 મુજબ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયેલો છે. પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂૂપાપરા, પ્રદીપસિંહ સરવૈયા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
