આણંદપુરમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા, 240 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયા

  ઈ.જી.ની સ્ક્વોડે ચિરોડા (ઠાંગા) વિસ્તારમાં દરોડો પાડી કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રેન્જની ટીમે દરોડો…

 

ઈ.જી.ની સ્ક્વોડે ચિરોડા (ઠાંગા) વિસ્તારમાં દરોડો પાડી કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રેન્જની ટીમે દરોડો પાડ્યો હોવાની વિગતોને પગલે આ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂૂની ભઠ્ઠી કેટલા સમયથી ધમધમતી હતી અને સ્થાનિક તંત્રને તેની જાણ હતી કે કેમ તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના આણંદપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચિરોડા (ઠાંગા) ગામની સીમમાં નદીના કાંઠે ચાલતી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી પર કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન દેશી દારૂૂનો 240 લિટર જથ્થા કિં.રૂૂ. 48,000 તથા વોશનો 10,210 લિટર જથ્થો કિંમત રૂૂ. 2,55,250 તેમજ ટ્રેક્ટર-ટ્રોલી, બોલેરો પિકઅપ ગાડી, મારુતિ ઇકો કાર અને દારૂૂ બનાવવાનાં અન્ય સાધનો મળી કુલ રૂૂ. 13,33,340નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓ (1) દિનેશ ગાંડુભાઈ ભાલીયા, (2) ચકુ ધુળાભાઈ ઓતરાદી ને પકડી પાડેલ છે જ્યારે મુખ્ય બુટલેગર પતિ પત્ની જયંતિ દેવશીભાઈ ચૌહાણ અને ફરીદા જયંતિભાઇ ચૌહાણ, રે. તમામ ચિરોડા (ઠાંગા), વાળા હાજર નહીં મળતા તમામ વિરૂૂધ્ધ ગુનો દાખલ કરી ચાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આણંદપુર પોલીસ મથકની હદમાં દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોય અને રેન્જ સ્તરની ટીમે દરોડો પાડીને તેનો પર્દાફાશ કરવો પડે, બાતમી વ્યવસ્થા અને ડી સ્ટાફની દેખરેખ અંગે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય છે. જોકે, સ્થાનિક પોલીસને ખરેખર જાણ નહોતી કે કોઈ અન્ય કારણસર રેન્જની ટીમે અલગથી કાર્યવાહી કરી હતી, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવે તે પણ જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *