WPLમાં કાલે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર વચ્ચે ફાઇનલ જંગ

ગુજરાતને 8 વિકેટે હરાવી WPLના ઇતિહાસમાં ચોથી વખત ફાઇનલમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ વિમેન્સ પ્રીમિયર લીગ 2026ના એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું…

ગુજરાતને 8 વિકેટે હરાવી WPLના ઇતિહાસમાં ચોથી વખત ફાઇનલમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ

વિમેન્સ પ્રીમિયર લીગ 2026ના એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. વડોદરામાં રમાયેલી આ એલિમિનેટર મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરી અને 168 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીના બેટ્સમેનોએ 26 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જ બેંગલુરૂ વચ્ચે ફાઇનલ રમાશે.

દિલ્હી કેપિટલ્સ WPL ઇતિહાસમાં ચાર વખત ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ છે. જોકે, તેઓ ક્યારેય ચેમ્પિયન બન્યા નથી. આ વખતે દિલ્હીની ટીમે જેમિમાહ રોડ્રિગ્સની કેપ્ટનશીપ હેઠળ આ સિદ્ધિ હાંસલ કરી શકે છે. એલિમિનેટર મેચમાં કેપ્ટન રોડ્રિગ્સે 23 બોલમાં 41 રનની ઇનિંગ રમી ટીમની જીતમાં ફાળો આપ્યો હતો.

ગુજરાત જાયન્ટ્સ તરફથી બેથ મૂનીએ સૌથી વધુ 51 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યોર્જિયા વેરહેમે પણ 35 રનનું યોગદાન આપ્યું હતું. કાશવી ગૌતમે અંતિમ ઓવરોમાં 10 બોલમાં 18 રનની ઈનિંગ રમી હતી પરંતુ આ બધા છતાં ગુજરાત ફક્ત 168 રન જ બનાવી શક્યું હતું.

જવાબમાં લિઝેલ લી અને શેફાલી વર્માએ દિલ્હીને મજબૂત શરૂૂઆત અપાવી હતી. સાથે મળીને તેમણે માત્ર 7 ઓવરમાં 89 રન બનાવીને દિલ્હી કેપિટલ્સની જીતનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ લૌરા વોલ્વાર્ડ અને કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્સે જવાબદારી સંભાળી અને 68 રનની ભાગીદારી કરી જેણે દિલ્હીની જીત લગભગ સુનિશ્ચિત કરી હતી. રોડ્રિગ્ઝ 41 રન બનાવીને આઉટ થઈ હતી જ્યારે વોલ્વાર્ડ 32 રન બનાવીને અણનમ રહ્યા હતા. હવે 5 ફેબ્રુઆરીએ દિલ્હી કેપિટલ્સ WPL 2026ના ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *