વડોદરાના રેલ્વે સ્ટેશન ઉપર ડ્રગ્સ પેડલરને પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને ડ્રગ્સ પેડલર વચ્ચે ફિલ્મીઢબે ચેઝ થઇ હતી જેમાં ડ્રગ્સ પેડલર રેલ્વે ટ્રેક ઉપર પટકાયો હતો જેમાં તેનો પગ ભાંગી ગયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેની પાસેથી રૂૂ.47.98 લાખનું હેરોઈન કબજે કર્યું હતું.
મળતી વિગતો મુજબ ટ્રેનમાં માદક પદાર્થો લઇને એક પેડલર વડોદરાના રેલ્વે સ્ટેશન ઉપર આવવાનો હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડ્રગ્સ પેડલરને પકડવા વડોદરા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.-1 ઉપર વોચ ગોઠવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને જોઈ પેડલર ભાગ્યો હતો અને વચ્ચે વડોદરા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.-1 ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને ડ્રગ્સ પેડલર વચ્ચે ફિલ્મીઢબે ચેઝ થઇ હતી.
જેમાં પેડલર રેલ્વે ટ્રેક ઉપર પટકાયો હતો અંતે તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના હાથમાં આવી ગયો હતો ડ્રગ્સ પેડલર વચ્ચે ફિલ્મીઢબે ઝડપી લઇ તેની પાસેથી રૂૂ. 47,98,800નું 239.940 ગ્રામ હેરોઈન (ડ્રગ્સ) કબજે કરવામ આવ્યું હતું. વડોદરા શહેર છાણી જકાત નાકા અ/3, ગુરુનાનક નગરમાં રહેતા અમરીકસિંહ ઉર્ફે સોનુ, સર્વણસિંહ માલ્હીને હાલ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવ્યો છે. અમરીકસિંહ આ હેરોઈનનો જથ્થો ભટીંડાના નિશાનસિંગ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
