ધોરાજી તાલુકાનાં ભોળા ગામે રીસામણે આવેલી પરણીતાને તેડી જવા બાબતે સમાધાન માટે ભેગા થયા હતા પતિ અને તેનાં સગાએ પરણીતાનાં મામા અને કાકા સહીતનાંઓ પર હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
મળતી વિગતો મુજબ ધોરાજી તાલુકાનાં ભોળા ગામે હાલ માવતરને ત્યા રીસામણે રહેતી જુનાગઢનાં મેંદરડાનાં નાની ખોડીયાર ગામે રહેતા મેહુલ ખાણીયા સાથે લગ્ન ગ્રંથીથી જોડાયેલી ધારાબેન ખાણીયાએ નોંધાવેલી ફરીયાદમા જણાવ્યા મુજબ તેનાં લગ્ન મેહુલ હમીર ખાણીયા સાથે થયા હોય કોઇ કારણસર મનમેળ નહી આવતા તે પિતા મનસુખભાઇ નાથાભાઇ બોરીચાનાં ઘરે રીસામણે આવી ગઇ હતી.
જેને પરત લઇ જવા બાબતે પતિ મેહુલ હમીર ખણીયા અને આશીષ નરશી ખાણીયા ધોરાજીનાં ભોપા ગામે આવ્યા હતા ધારાબેનનાં મામા કિશોરભાઇ નથુભાઇ ચાવડા , ભરતભાઇ નથુભાઇ ચાવડા અને કાકા વિનુભાઇ રામજીભાઇ સીંગલ બધા સમાધાન માટે ભેગા થયા ત્યારે ધારાનાં પતિ મેહુલ અને તેની સાથેનાં તેનાં પીતરાઇ આશીષે ઝઘડો કરી હુમલો કર્યો હતો જેમા ધારાબેનનાં બે મામા અને બે કાકા સહીત ચારને ઇજા હોય આ મામલે ધોરાજી પોલીસમા ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
