જાફરાબાદના મીઠાપુરમાં પ્રેમ લગ્નનું મનદુ:ખ રાખી ગાળો આપતા બે જુથ વચ્ચે મારમારી થઈ હતી. બંને પક્ષે સામસામી 6 લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી.મીઠાપુરના જીણા પુંજાભાઈ શીયાળ (ઉ.વ.45)એ નાગેશ્રી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 14મી ઓગસ્ટના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે ગામના જ રમેશ ધીરૂૂભાઈ શિયાળે તેના દીકરા જગદીશને ફોનમાં ગાળો આપી હતી.
જે અંગે ઠપકો આપતા રમેશ શિયાળે જીણા શીયાળ પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં તે ઘરેથી ભાગી ગયો હતો. ત્યારે તેને સમજાવવા જતા રમેશ ધીરૂૂભાઈ શીયાળ, શીલાબેન રમેશ શીયાળ, અશોક અરવિંદભાઈ વરૂૂ નામના શખ્સે મારામારી કરી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજી તરફ રમેશ ધીરૂૂભાઈ શીયાળે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અને જીણા પુંજા શીયાળ, અરજણ શેફાભાઈ શીયાળ અને મુકેશ પાંચાભાઈ શીયાળ સગા સબંધી થઈ રહ્યા છે. રમેશે પ્રેમ લગ્ન કર્યા હોય જે અંગે આ ત્રણેય શખ્સોને સારૂૂ લાગ્યું ન હતું.
મનદુ:ખ રાખી તેની સાથે ઝગડો કરી મારામારી કરી મારી નાખવાની ધમકી આપી હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ કે.બી.શીયાળ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
