રૈયા રોડ સેલસ હોસ્પિટલ પાસે યુવતીને મંગેતરના મિત્રોએ પૈસાની ઉઘરાણી કરી આપી ધમકી

નાણાવટી ચોક પાસે રહેતી કૃપાબા ગંભીરદાન ગઢવી (ઉ.વ.27)ની ફરિયાદ પરથી મવડી ચોકડી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં જય ખાંડેખા, સંજય ખાંડેખા, વિનય ખાંડેખા અને મેહુલ ખાંડેખા…

નાણાવટી ચોક પાસે રહેતી કૃપાબા ગંભીરદાન ગઢવી (ઉ.વ.27)ની ફરિયાદ પરથી મવડી ચોકડી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં જય ખાંડેખા, સંજય ખાંડેખા, વિનય ખાંડેખા અને મેહુલ ખાંડેખા વિરૂૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.કૃપાબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પિતા ગંભીરદાન, માતા જામબા ગઢવી, ભાઈ કરણભાઈ તથા ભાભી વૈશાખીબેન એમ સાથે રહુ છું અને મારી સગાઇ હેમાંગ અશોકભાઈ રાવલ સાથે થઇ છે.

રાત્રીના અંગીયારેક વાગ્યાના આરસામા સેલસ હોસ્પિટલ રૈયા રોડ ખાતે મારા ફીયાન્સ હેમાંગ રાવલ દાખલ હોવાથી હું તથા મારા માતા જામબા તથા મારા સાસુ રેખાબેન તથા સસરા અશોકભાઈ રાવલ એમ બધા હાજર હતા ત્યારે મારા ફીયાન્સ હેમાંગના મીત્ર જય ખાંડેખા, તેના ભાઈ મેહુલભાઈ ખાંડેખા તથા સંજયભાઈ ખાંડેખા તથા વિનયભાઈ ખાંડેખા એમ ચારેય સેલસ હોસ્પિટલ ખાતે પાર્કીંગમાં આવ્યા હતાં. આ પછી જય ખાંડેખા મારી પાસે આવેલો અને મને કહેવા લાગેલો કે હેમાંગ પાસેથી મારે જે રૂૂ.4,00,000 લેવાના છે તે કયારે આપશે? જેથી મે તેને કહેલું કે હાલ તે હોસ્પિટલમાં દાખલ હોઇ સારૂૂ થઈ જશે ત્યારે આપી દેશે. આ સાંભળી જય મારી સાથે જેમ ફાવે તેમ બોલાચાલી કરી ગાળો દેવા માંડયો હતો. સાથેના સંજય, વિનય અને મેહુલે પણ મારી સાથે તથા મારા માતા જામબા સાથે મનફાવે તેમ બોલાચાલી કરી ગાળો દીધી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં મેહુલ અને સંજય સહિતના ત્યાંથી રવાના થયા હતાં.

જતાં જતાં આ બંનેએ કહેલું કે-અમારા રૂૂપિયા પરત આપી દેજે નહીતર તને જાનથી મારી નાંખશું. ધમકી આપી આ લોકો જતા રહ્યા બાદ અમે પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં કૃપાબાએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એમ. એલ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *