આંબલિયાળા ગામના મહિલા સરપંચનો ખુનની કોશિષના ગુનામાં જામીન પર છૂટકારો

એડવોકેટસ નિરંજય ભંડેરી, પ્રજ્ઞા ભંડેરી, શિવલાલ ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી આંબલીયાળા ગામમાં હાલ સરપંચ તરીકે ફરજ બજાવતા સોનલબેન રમેશભાઈ સોલંકી તથા તેના પતિ રમેશભાઈ ભીમજીભાઈ…

એડવોકેટસ નિરંજય ભંડેરી, પ્રજ્ઞા ભંડેરી, શિવલાલ ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી

આંબલીયાળા ગામમાં હાલ સરપંચ તરીકે ફરજ બજાવતા સોનલબેન રમેશભાઈ સોલંકી તથા તેના પતિ રમેશભાઈ ભીમજીભાઈ સોલંકી (પુર્વ સરપંચ) તા 24/1/2026 ના રોજ તેની વાડીએ ગયેલ ત્યારે તેની જમીનમાં તેના ગામના જ હર્ષદસિંહ ઉર્ફે પિન્ટુભા દિલુભા જાડેજા તથા તેનો પુત્ર દિવ્યરાજસિંહ તથા હર્ષદસિંહ ના ભાઈ તથા બે મા5ણી વાળા સર્વેયર હાજર હતા અને રમેશભાઈ સોલંકીની જમીનમાં કાઈક માપણી કરતા હતા જેથી રમેશભાઈએ હર્ષદસિંહ ને શા બાબતે માપણી કરો છો તેમ વાત કરતા બોલાચાલી થયેલી અને આ હર્ષદસિંહએ સોનલબેન તથા તેના પતિ રમેશભાઈ વિરૂૂધ્ધ ખુનની કોશીષ ની ફરીયાદ લખાવી સોનલબેન એ હર્ષદસિંહને પકડી રાખ્યાનો અને તેના પતિએ હર્ષદસિંહ ના માથામાં લોખંડનો પાઈપ મારી જીવલેણ ઈજા કરી હોવાનો ફરીયાદમા આક્ષેપ કરવામા આવેલ જયારે આ બનાવમા સોનલબેન ના પતિ રમેશભાઈને પણ પગમાં ગંભીર ઈજાઓ થયેલ જેની પણ હર્ષદસિંહ તથા તેના ભાઈ અને પુત્ર વિરૂૂધ્ધ ફરીયાદ કરવામા આવેલ છે.

એટલે સામ-સામી બન્ને પક્ષે ફરીયાદ કરવામા આવેલ હોય જેથી કાયદાને માન આપવા આરોપી સોનલબેન રમેશભાઈ સોલંકી સામેથી લોધીકા પોલિસ સ્ટેશનમાં હાજર થઈ જતા પોલિસે તેમની સદર ગુનાના કામે ધરપકડ કરેલી ત્યારબાદ આરોપીએ જામીન ઉપર મુકત થવા માટે ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી મારફત ગોંડલ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલી જેમાં આરોપી તરફે મુખ્યત્વે એવી દલીલો કરવામા આવેલ કે, આરોપી સામે ફરીયાદ કરનાર હર્ષદસિંહ તથા તેના પુત્રનો ગુનાહીત ઈતીહાસ છે અને હાલના ગુનામા ખોટી રીતે સંડોવી દીધેલ છે.

ફરીયાદીને ઈજા તેના પુત્ર દ્રારા કરવામા આવેલ હોય તેનો આક્ષેપ આરોપી સામે ખોટી રીતે નાખી દેવામા આવેલ હોય અને અગાઉ પણ આરોપીના પતિએ હર્ષદસિંહ વિરૂૂધ્ધ ફરીયાદ કરેલી જેનો ફોજદારી કેસ લોધીકા કોર્ટમા પેન્ડીંગ હોય તે કેસમાં સમાધાન કરી લેવા હર્ષદસિંહ દ્રારા દબાણ કરવામા આવતુ હોય પરંતુ સમાધાનની ના પાડતા ખોટા કેસમા સંડોવી દેવામાં આવેલ હોય તેમજ ફરીયાદીને થયેલ માથાની ઈજા જોવામા આવે તો ખુનની કોશીષ ના કોઈ તત્વો પ્રથમદર્શનીય ફલીત થતા ન હોય તે સિવાય જામીન અંગે સર્વોચ્ય અદાલત તથા ઉચ્ચ ન્યાયાલયે આપેલ ચુકાદાઓના સિધ્ધાંતને ટાંકીને કાયદા તથા હકીકત લક્ષી દલીલો કરતા તે દલીલો સાથે સહમત થઈ ગોંડલના મહે. એડી. સેશન્સ જજ ત્રિવેદીએ આરોપી ને જામીન ઉપર મુકત કરતો હુકમ તા-17/2/2026 ના રોજ ફરમાવેલ છે. આ કામમાં આરોપી તરફે ભંડેરી એડવોકેટસ – ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, શિવલાલ પી. ભંડેરી તથા રવિરાજ પી. ઠકરાર તથા સહાયક વકીલ તરીકે મહેશ કંડોલીયા રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *