મહિલા તબીબને ‘ડિઝિટલ એરેસ્ટ’ કરી 58.50 લાખ પડાવ્યા

સાયબર પોલીસે સતર્કતા દાખવી વધુ રૂા.21.50 લાખ ગુમાવતા બચાવ્યા રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસને સાયબર માફિયાઓ વિરુદ્ધ હાથ ધરેલી ઝુંબેશમાં એક અત્યંત મહત્વની અને મોટી…

સાયબર પોલીસે સતર્કતા દાખવી વધુ રૂા.21.50 લાખ ગુમાવતા બચાવ્યા

રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસને સાયબર માફિયાઓ વિરુદ્ધ હાથ ધરેલી ઝુંબેશમાં એક અત્યંત મહત્વની અને મોટી સફળતા સાંપડી છે. ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાયેલા શહેરના એક વૃદ્ધ મહિલા ડોક્ટરને સાયબર ક્રાઈમની ટીમે સમયસૂચકતા વાપરીને વધુ એક મોટી આર્થિક રકમ ગુમાવતા બચાવી લીધા છે. શાતિર સાયબર ઠગોએ આ મહિલા ડોક્ટરને માનસિક રીતે ડરાવી-ધમકાવીને છેલ્લા ચાર દિવસથી સતત ડિજિટલ એરેસ્ટ કરી રાખ્યા હતા. આ સમય દરમિયાન ઠગોએ તેમની પાસેથી લાખો રૂૂપિયા પડાવી લીધા હતા, પરંતુ સાયબર ક્રાઈમ પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે વૃદ્ધા ભયમુક્ત બન્યા છે.

ઘટનાની વિગતો અનુસાર, રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા ’રાજ દર્શન એપાર્ટમેન્ટ’માં રહેતા એક વયસ્ક મહિલા ડોક્ટર સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ ગયા હતા. અન્ય રાજ્યની પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની ખોટી ઓળખ આપીને ઠગોએ મહિલા ડોક્ટરને કોઈ ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ડરના કારણે મહિલા ડોક્ટર પોતાના જ ઘરમાં ચાર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રહ્યા હતા. આ માનસિક તણાવનો લાભ ઉઠાવીને ઠગ ટોળકીએ અલગ-અલગ બહાને તેમની પાસેથી રૂૂ. 58.50 લાખ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ એ. દેશાણીને ખાનગી રાહે એક ચોક્કસ માહિતી મળી હતી કે જાગનાથ પ્લોટ સ્થિત રાજ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ મહિલા સાયબર ઠગોના ડિજિટલ એરેસ્ટમાં સપડાયા છે.

આ માહિતી મળતાની સાથે જ સાયબર ક્રાઈમ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની ખાસ ટીમ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી અને કોઈપણ ક્ષણનો વિલંબ કર્યા વગર સીધી મહિલા ડોક્ટરના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી.પોલીસ ટીમ જ્યારે મહિલા ડોક્ટરના ઘરે પહોંચી ત્યારે તેઓ ભારે માનસિક તણાવ અને ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા હતા. તે સમયે પણ તેઓ મોબાઈલ ફોન પર સાયબર માફિયાઓ સાથે વાતચીતમાં હતા અને પોતે એરેસ્ટ હોવાનું માની રહ્યા હતા. પોલીસે ત્વરિત પરિસ્થિતિ સંભાળીને મહિલા ડોક્ટરને હિંમત આપી હતી અને તેમનું યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. પોલીસની સમજાવટના પરિણામે મહિલા ડોક્ટર ખોટા ડરમાંથી બહાર આવ્યા હતા. જો પોલીસ યોગ્ય સમયે ન પહોંચી હોત તો મહિલા ડોક્ટર ઠગોના ખાતામાં વધુ રૂૂ. 21.50 લાખ ટ્રાન્સફર કરવા જઈ રહ્યા હતા, જેને પોલીસે સમયસૂચકતા દાખવીને અટકાવી દીધા હતા.

રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની આ સરાહનીય અને સફળ કામગીરી ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા તથા એસીપી ભરત બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ ટીમમાં સાયબર ક્રાઈમ પીઆઈ એસ.ડી. ફુલતરીયા, પી.આર. ડોબરીયા, એમ.ડી. ગઢવી તેમજ પીએસઆઇ એસ.વી. ભાયાણી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *